જાણો ધોરણ 10નું પરિણામ કયારે જાહેર થશે

ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે. રાજ્યમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાં ખુશીના આંસુ છલકાતા જોવા મળી રહ્યા છે. ધોરણ 12 સાથે ગુજકેટની પરીક્ષાનુ પરિણામ પણ જાહેર થયું હતું.

તો હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત બોર્ડ ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાગી દીધો છે. હવે ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી.

રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા બોર્ડની સત્તાવાર પરિણામોની વેબસાઇટ gseb.org પર જાઓ. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ પોતાનો  બેઠક ક્રમ નાખીને એન્ટર બટન પર ક્લિક કરવું. ત્યાર બાદ પરિણમ  દેખાશે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું પરિણામ જાણી શકે છે. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.