અમદાવાદ: ઇન્ડિયા વિઝન ઇન્સ્ટિટ્યૂટ (IVI) ને પ્રતિષ્ઠિત એસ. એન. શાહ એવોર્ડ ફોર ઇક્વિટી એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ વંચિત સમુદાયોમાં આંખના પ્રાથમિક સ્વાસ્થ્યને સુધારવા માટે કાર્યરત NGO તરીકે એનાયત કરવામાં આવ્યો છે.વિઝન 2020: ધ રાઇટ ટુ સાઇટ – ઇન્ડિયા એ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને ઇન્ટરનેશનલ એજન્સી ફોર ધ પ્રિવેન્શન ઓફ બ્લાઇંડનેસ (IAPB)ની રાષ્ટ્રીય સ્તરની પહેલ છે. એસ. એન. શાહ એવોર્ડ એ મહિલાઓ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના વ્યાપક પ્રાથમિક આંખની સંભાળ તપાસના પ્રયાસો માટે સંસ્થાઓને માન્યતા આપે છે. અમદાવાદમાં વિઝન 2020ના 19મા વાર્ષિક રાષ્ટ્રીય પરિષદમાં IVIને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
IVIના CEO, વિનોદ ડેનિયલે જણાવ્યું હતું કે, “આ એવોર્ડ એક મોટું સન્માન છે અને આંખની સંભાળ માટેની સેવાઓથી કોઈ પણ પાછળ ન રહી જાય તેની ખાતરી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તે IVIની ટીમ, જેમાં અમારા સુશિક્ષિત ઓપ્ટોમેટ્રિસ્ટનો પણ સમાવેશ થાય છે, તેમની વ્યાવસાયિકતા અને સમર્પણનો પુરાવો છે. આ પુરસ્કાર અમને અમારી પહોંચને વિસ્તૃત કરવા અને જરૂરિયાતમંદ લોકોને સેવા આપવા માટે પ્રેરણા આપે છે.”2012માં તેની સ્થાપના થઈ ત્યારથી, IVI એ ભારતના 25 રાજ્યોમાં 1.8 મિલિયનથી વધુ લોકોને દ્રષ્ટિ તપાસ અને મફત સુધારાત્મક ચશ્મા પૂરા પાડ્યા છે. લાભાર્થીઓમાં શાળાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, વાણિજ્યિક વાહન ચાલકો, દૈનિક વેતન કામદારો અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોનો સમાવેશ થાય છે.
વિનોદ ડેનિયલે વધુમાં જણાવ્યું હતું કે, “IVI દ્રારા સ્પષ્ટ દ્રષ્ટિ સાથે, વ્યક્તિઓને ગૌરવ અને સારા સ્વાસ્થ્યનું જીવન જીવવા માટે સશક્ત બનાવવામાં આવે છે. બાળકો શાળામાં રહી શકે છે, તેમનું શૈક્ષણિક પ્રદર્શન સુધારી શકે છે અને ઉજ્જવળ ભવિષ્યની ઇચ્છા રાખે છે. પુખ્ત વયના લોકો માટે, સુધારેલી દ્રષ્ટિ કાર્ય ક્ષમતામાં સુધારા તરફ દોરી જાય છે.”
