નવી દિલ્હીઃ માનવ પ્રેરિત જળવાયુ પરિવર્તનને લીધે વિશ્વની મોટા ભાગની વસતિએ જૂનથી ઓગસ્ટ, 2023ની વચ્ચે ઊંચા તાપમાનનો અનુભવ કર્યો, એમ ક્લાયમેટ ચેન્જના એક તાજા અભ્યાસમાં માલૂમ પડ્યું હતું. જોકે વર્ષ 2023માં ઉત્તરીય ગોળાર્ધ ભાગ સૌથી ગરમ રહ્યો હતો. ઉત્તરીય અમેરિકા અને દક્ષિણ યુરોપમાં ગરમી લાંબો સમય રહેવાને કારણે જંગલમાં આગ અને મૃત્યુદરમાં વધારો થયો હતો. એમાં પણ જુલાઈ સૌથી વધુ ગરમ રહ્યો હતો, જ્યારે ઓગસ્ટમાં પણ તાપમાન પ્રી-ઓદ્યૌગિત સ્તરથી 1.5 સેલ્સિયસ વધુ રહ્યું હતું, એમ US સ્થિત રિસર્ચ ગ્રુપનો ક્લાયમેટ સેન્ટ્રલનો અહેવાલ કહે છે.
આ વધેલા તાપમાનની અસર 180 દેશો અને 22 વિસ્તારો પર પડી હતી. વિશ્વની 98 ટકા ટકા વસતિએ -આશરે 7.95 અબજ લોકો છે, તેણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણને કારણે ગરમીના તાપમાનનો અનુભવ કર્યો, જે અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.