લંડનઃ મચ્છરોથી થનારી બીમારી વિશે જાગરુકતા ફેલાવવા માટે પ્રતિ વર્ષ 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. બ્રિટિશ સર રોનાલ્ડ રોસે 1897માં માદા મચ્છર અને મેલેરિયા વચ્ચે કડી શોધી હતી. વિશ્વનાં સૌથી ઘાતક પ્રાણીઓના એક સર્વેક્ષણ અનુસાર મચ્છર આશ્ચર્યજનક રીતે લિસ્ટમાં સૌથી ઉપર છે, કેમ કે પ્રતિ વર્ષ 10 લાખથી વધુ મોતો માટે મચ્છર જવાબદાર હોય છે. મચ્છરજન્ય બીમારીઓના સામાન્ય પ્રકારોમાં મલેરિયા, ડેંગુ, વેસ્ટ નાઇલ વાઇરસ, ચિકનગુનિયા, યલો તાવ અને ઝિકા વાઇરસ સામેલ છે.
મચ્છર દિવસે મચ્છરોનાં જોખમો અને એમના સંભવિત રૂપોથી થનારી બીમારી વિશે જાગરુકતા વધારવા માટે મનાવવામાં આવે છે. મલેરિયાના મચ્છરોથી જોડવાની શોધનું સન્માન કરવા માટે વિશ્વ મચ્છર દિવસ બનાવવામાં આવ્યો છે. મલેરિયા વિશ્વભરમાં લાખો લોકોના જીવન માટે જોખમ છે, એટલે બધા વયના લોકોની વચ્ચે પ્રોત્સાહન આપવા માટે મચ્છર દિવસે જાગરુકતા વધારવા માટે ઊજવવામાં આવે છે.
Endmalaria.orgના જણાવ્યાનુસાર મચ્છરોની સામે પ્રયાસોથી 76 લાખથી વધુ લોકોના જીવ બચાવી શકાયા છે અને વર્ષ 2000થી 1.5 અબજથી વધુ મેલેરિયાના કેસોને અટકાવી શકાયા છે, એમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના અડધ ભાગની વસતિ મેલેરિયાના રોગની બીમારી સામે જોખમમાં છે. આપણે હજી પણ પરજીવી અને મેલેરિયા સામે સતર્ક રહેવું જોઈએ.
પ્રતિ વર્ષ મચ્છર દિવસે એક થીમ હોય છે. આ વર્ષની થીમ છે મેલેરિયાના ઝીરો લક્ષ્ય સુધી પહોંચવું. મચ્છર દિવસે મચ્છરોથી થતી બીમારીઓ વિશે જાણો અને એનાથી સતર્ક રહો, સુરક્ષિત રહો.