વોશિંગ્ટનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ને અમેરિકાએ ફન્ડિંગ રોકવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પ સરકારે WHO પર ફરી એક વાર હુમલો કર્યો છે. ટ્રમ્પ સરકારે આરોપ લગાવ્યો છે કે WHO ચીની પ્રોપેગેન્ડાને એક હથિયાર બની ગઈ છે. ટ્રમ્પ સરકારે સાથે કહ્યું હતું કે વૈશ્વિક આરોગ્ય એજન્સી (WHO)એ વિશ્વમાં જારી રહેલા કોરોના સંકટ દરમ્યાન પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જાહેરાત કરી હતી કે એ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ અમેરિકાનું ફન્ડિંગ અટકાવશે. અત્રે એ નોંધવું જોઈએ કે જિનિવા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં અમેરિકાનું સૌથી મોટું યોગદાન હોય છે.
અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રોબર્ટ ઓ બ્રાયને ગઈ કાલે કહ્યું હતું કે WHOની સાથે સમસ્યા એ છે કે આ સંકટ દરમ્યાન એ તેની બધી વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે એવું નથી કે WHO ઘણાં વર્ષોથી એક ઉચ્ચ વિશ્વસનીય સંસ્થા છે. અમેરિકા WHO પર આશરે 50 અબજ ડોલરથી વધુનો ખર્ચ કરે છે. ચીન WHO પર આશરે 40 કરોડ ડોલરનો ખર્ચ કરે છે. જે અમેરિકાનો દસમો ભાગ છે અને પછી WHO ચીની પ્રચારનું એક હથિયાર બની ગયું છે.
NSA રોબર્ટ ઓ બ્રાયને કહ્યું હતું કે 14 જાન્યુઆરી, 2020એ WHOએ અમેરિકાને આશ્વાસન આપ્યું છે કે કોરોના વાઇરસના વ્યક્તિથી વ્યક્તિઓમાં સંક્રમણનું કોઈ જોખમ નથી, જે સંપૂર્ણ રીતે ખોટી સાબિત થઈ છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં WHOએ પ્રવાસ પ્રતિબંધોની તીખી આલોચના કરી, જે ચીન અને અન્ય હોટ સ્પોટથી પ્રવાસ પર લગાવ્યા હતા. અમેરિકા દ્વારા નહીં, પણ અન્ય દેશો દ્વારા પણ આવું કરવામાં આવ્યું. એની સાથે જ આ સંપૂર્ણ રીતે ખોટી સલાહ છે અને જાહેર આરોગ્ય વ્યાવસાયિકો દ્વારા અસવીકાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 11 માર્ચે WHOએ બિનચિકિત્સિય સલાહની સામે આવી અને કહ્યું કે વાઇરસને લઈને ચીનની કોમ્યુનિસ્ટ પક્ષની પ્રતિક્રિયામાં આને સામેલ કરવામાં આશ્ચર્યજનક ઉપલબ્ધિ રહી છે અને હવે આ ઘાતક વાઇરસ કમસે કમ 184 દેશોમાં પ્રસર્યો છે.