વોશિંગ્ટનઃ ડો. વિવેક મૂર્તિ ભારતીય અમેરિકન છે અને અમેરિકામાં સર્જન જનરલ છે. એમણે કહ્યું છે કે કોરોનાવાઈરસ રોગચાળામાં એમણે અમેરિકા તથા ભારતમાં 10 પરિવારજનોને ગુમાવ્યા છે.
વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડો. મૂર્તિએ ભારપૂર્વક કહ્યું કે આ ભયાનક વાઈરસથી પોતાને સુરક્ષિત રાખવા માટે દરેક જણે કોરોના-પ્રતિરોધક રસી લેવી જ જોઈએ.
