અમેરિકાનો બદલોઃ ISISનાં સ્થાનો પર ડ્રોનથી હુમલો

વોશિંગ્ટનઃ અમેરિકાની સેનાએ શનિવારે ઇસ્લામિક સ્ટેટ (ISIS)નાં સ્થાનો પર ડ્રોનથી હવાઈ હુમલા કર્યા હતા. અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર વિનાશકારી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના 48 કલાકથી પણ ઓછા સમયમાં અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. બે દિવસ પહેલાં કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં 13 અમેરિકી સેનિકો સિવાય 90થીથી વધુ અફઘાન માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ISIS-Kએ લીધી હતી.

અમેરિકી સેનાએ દાવો કર્યો હતો કે એણે કાબુલ એરપોર્ટ પરના ઘાતક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લેનારા ઇસ્લામિક સ્ટેટ-ખોરાસનના એક યોજનાકારની સામે ડ્રોન હુમલો કર્યો છે અને એને મારવામાં આવ્યા છે.

મધ્ય કમાનના કેપ્ટન બિલ અર્બને કહ્યું હતું કે માનવરહિત હવાઈ હુમલા અફઘાનિસ્તાનના નરસંહાર પ્રાંતમાં કરવામાં આવ્યો હતો અને શરૂઆતના સંકેત છે કે અમે લક્ષ્યને હાંસલ કરાયું હતું. જોકે આ હુમલામાં કોઈ પણ નાગરિકનું મોત થવાની માહિતી નથી. એ એરસ્ટ્રાઇક અફઘાનિસ્તાનની બહાર શરૂ કરવામાં આવી હતી. કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા પછી કડક સુરક્ષાની વચ્ચે ત્યાંથી લોકોને કાઢવાનું કામ જારી છે. કાબુલ વિસ્ફોટમાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

અમેરિકાએ એ ડ્રોન હુમલો અફઘાનિસ્તાનથી બહાર કોઈ અજાણ્યા સ્થળે કર્યો હતો. એનાથી સંકેત સ્પષ્ટ છે કે અમેરિકી સેના અમેરિકી સેના અફઘાનમાંથી બહાર નીકળ્યા પછી આતંકવાદીઓનાં સ્થળોને નિશાન બનાવી શકે છે. બીજી બાજુ અમેરિકાએ કાબુલ એરપોર્ટના વિવિધ ગેટ પર મોજૂદ નાગરિકોને તત્કાળ ત્યાંથી દૂર જવા નિર્દેશ આપ્યો હતો, કેમ કે ત્યાં હજી આતંકવાદી હુમલાની શક્યતાઓ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]