કીવઃ યૂક્રેનના આ પાટનગર શહેરના પૂર્વ ભાગમાં આવેલા એક ઉપનગરમાં એક નર્સરીની બાજુમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હોનારતમાં દેશના ગૃહ પ્રધાન સહિત ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ માર્યા ગયા છે. યૂક્રેનના પ્રમુખાલયના નાયબ વડાએ કહ્યું કે મોનેસ્ટીસ્કી એક ભીષણ યુદ્ધગ્રસ્ત સ્થળના માર્ગ તરફ જતા હતા ત્યારે એમનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
બીબીસીના અહેવાલ મુજબ, 42 વર્ષીય ગૃહ પ્રધાન ડેનીસ મોનેસ્ટીસ્કી, એમના નાયબ પ્રધાન તથા સેક્રેટરીનું મરણ થયું છે. હેલિકોપ્ટર તૂટી પડતાં એમાંના 9 જણ માર્યા ગયા છે તેમજ જમીન પર બીજા 9 જણનાં મરણ થયા છે. જમીન પરનાં મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
