ક્લાયમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થર્નબર્ગની પોલીસે ધરપકડ કરી

બર્લિનઃ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને જર્મનીમાં કોલસાની ખાણની સામે વિરોધ પ્રદર્શનને અટકાયતમાં લેવામાં આવી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રેટા થનબર્ગ જર્મનીના એક ગામમાં કોલસાની ખાણના વિસ્તારમાં રસ્તો બનાવવાનું વિરોધ પ્રદર્શન કરી રહી હતી. ફોટાઓમાં તમે જોઈ શકો છો કે ગ્રેટા થનબર્ગને હેલ્મેટ પહેરેલી પોલીસ અધિકારીએ ધરપકડમાં લઈને બસ તરફ લઈ ગયા હતા, પરંતુ પછીથી તેને મુક્ત કરવામાં આવી હતી.

ઉત્તરી રાઇન-વેસ્ટફેલિયાના પશ્ચિમી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી  કેટલાંક સ્થાનો પર જળવાયુ કાર્યકર્તાઓ વિરોધ-પ્રદર્શનો કરી રહ્યા હતા. અનેક કાર્યકર્તાઓ જર્મનીના પશ્ચિમી શહેર કોલોનના એક મુખ્ય રસ્તા અને ડસેલડોર્ફમાં એક રાજ્ય સરકારની ઇમારતથી ચિપકીને કરી રહ્યા હતા.

આ સિવાય અનેક લોકો ઇન્ડેનની કોલસાની ખાણમાં એક વિશાળ ડિગર પર કબજો કરી લીધો હતો, જ્યારે સેંકડો દેખાવકારોએ એક વિરોધ માર્ચમાં સામેલ થયા હતા. જોકે પોલીસે ગામને ખાલી કરાવી દીધું હતું અને એને સીલ કરી દીધું હતું.પોલીસે કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા લોકો દેખાવોથી અલગ થઈ ગયા હતા અને એક ખુલ્લા ખાડાના કિનારે ભાગી ગયા હતા. તો ધરપકડ કરાયેલા દેખાવકારોની ઓળખ કરવાનું કામ કરી રહ્યા હતા અને આગળની કાર્યવાહી વિશે પછીથી નિર્ણય લેવામાં આવશે.

પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે કાર્યકર્તાઓને ઔપચારિકતા રૂપે ધરપકડ નથી કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રેટા થનબર્ગ એ દેખાવકારોના સમૂહમાં સામેલ થયા હતા અને તેમને ખીણના વિસ્તારમાં લઈ જવાનો વિરોધ કર્યો હતો.