રશિયા સામે યુક્રેન ઘૂંટણિયેઃ જેલેન્સ્કી વાટાઘાટ માટે તૈયાર

કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ રશિયા સાથેની વાટાઘાટના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. જેથી વિશ્વ માટે મોટી રાહતની વાત છે. આ વાટાઘાટ માટે જગ્યા અને સમય પર મંથન ચાલી રહ્યું છે. રશિયા દ્વારા આ પહેલાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી તરફથી શાંતિ વાર્તા શરૂ કરવા માટે ફોન કરવામાં આવ્યો હતો, પણ બંનેની વચ્ચે વાટાઘાટની પહેલ આ કારણે નહોતી થઈ શકી. જેલેન્સ્કી વાટાઘાટ પોલેન્ડના શહેર વર્સામાં કરવા ઇચ્છતા હતા, જ્યારે રશિયા આ વાટાઘાટ બેલારુસના મિન્સ્કમાં થાય. રશિયાએ એ પણ કહેવામાં આવ્યું હતું કે આ વાટાઘાટ માત્ર યુક્રેનને ન્યુટ્રલ સ્ટેટ ઘોષિત કરવા માટે થશે. જેલેન્સ્કીના વાટાઘાટ માટે રાજી થવાથી એ આશા જાગી છે કે કદાચ હવે યુદ્ધનો અંત થશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીના પ્રેસ સચિવ સર્ગેઇ નિકિફોરોવનું કહેવું હતું કે રાષ્ટ્રપતિએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે અને શાંતિ અને યુદ્ધવિરામ પર વાતચીત માટે તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે જેટલી જલદી વાટાઘાટ શરૂ થશે, સામાન્ય જનજીવન સામાન્ય થઈ શકશે. પુતિન યુક્રેનની સાથે વાટાઘાટ માટે મિન્સ્કમાં એક પ્રતિનિધિમંડળ મોકલવા તૈયાર છે.

બીજી બાજુ રશિયાની સેના યુક્રેનના કિવ શહેર સુધી પહોંચી ચૂકી છે. રશિયાએ દાવો કર્યો હતો કે સેનાએ યુક્રેનના 211 સૈન્ય થાણાંને નષ્ટ કર્યાં હતાં.