કેબિનેટની LICમાં ઓટોમેટિક રૂટથી 20-ટકા સુધી FDIને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે LIC IPOમાં 20 ટકા વિદેશી સીધા મૂડીરોકાણને ઓટોમેટિક રૂટ મારફતે મંજૂરી આપી દીધી છે, એમ સરકારી સૂત્રોએ કહ્યું હતું. આ સાથે FDIની હાલની પોલિસીમાં પણ બદલાવ કર્યો હતો. FDIની મંજૂરીથી વિદેશી ફંડ દેશની સૌથી મોટી વીમા કંપનીના IPOમાં મૂડીરોકાણ કરી શકશે.

હાલ FDIની જે પોલિસી છે, એ મુજબ વી ક્ષેત્રે ઓટોમેટિક રૂટથી 74 ટકા વિદેશી મૂડીરોકાણની મંજૂરી છે, પણ આ નિયમ LIC પર લાગુ નહીં થાય. એનું કારણ એ છે કે LIC માટે સરકારનો એક અલગ એક્ટ છે, જેને LIC એક્ટ કહેવામાં આવે છે. સરકારે એમાં બદલાવના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

સેબીના નિયમ મુજબ પબ્લિક ઓફર હેઠળ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) અને ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મંજૂરી છે, પણ LIC એક્ટમાં વિદેશે મૂડીરોકાણ માટે કોઈ જોગવાઈ નથી. એટલે એના IPOમાં વિદેશી ફંડો મૂડીરોકાણ નહોતાં કરી શકતાં. કેબિનેટ FDI પોલિસીમાં બદલાવ કર્યા પછી હવે ફોરેન ફંડો LICના IPOમાં મૂડીરોકાણ કરી શકશે.

સરકારી બેન્કોમાં FDIની મર્યાદા 20 ટકા છે. LIC માટે 20 ટકાની મર્યાદા રાખવામાં આવી છે. ગયા વર્ષે જુલાઈમાં કેબિનેટમાં LICના IPOના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. માર્ચમાં LIC IPO બજારમાં આવશે. સરકારે આ ઇશ્યુથી 60થી 90,000 કરોડ એકઠા કરે એવી શક્યતા છે. LICનો IPO દેશનો સૌથી મોટો IPO હશે. LICએ IPOમાં પોલિસીહોલ્ડર્સ માટે શેર રિઝર્વ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]