બૂર્જ ખલીફા પર છવાયાં ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા

દુબઈઃ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ક્રાઈસ્ટચર્ચ પર થયેલા હુમલા બાદ જે પ્રકારે દેશની સ્થિતિને સંભાળી, તેના વખાણ આખી દુનિયામાં થઈ રહ્યાં છે. પીડિત પરિવારો સાથે મુલાકાત દરમિયાન જેસિન્ડાએ માથું ઢાંકી રાખ્યું હતું અને તેઓ કાળા કપડાંમાં ગયાં હતાં. આ દરમિયાન તેમણે ગળે લગાવીને પીડિતોને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાનનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને શુક્રવારના રોજ બૂર્જ ખલીફા પર ફોટો છવાઈ ગયો હતો.

યૂએઈના વડાપ્રધાને આ ફોટાને ટ્વિટ કરતા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ન્યૂઝીલેન્ડ આજે મસ્જિદ એટેકના પીડિતો માટે શાંત હતું. ધન્યવાદ વડાપ્રધાન જેસિંડા. તેમણે કહ્યું કે આ આતંકી હુમલાએ વિશ્વભરના મુસ્લિમોને હચમચાવી નાંખ્યા છે.

આપને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનના વ્યવહાર અને આતંકી હુમલા બાદ જે સુઝબુઝથી તેમણે સ્થિતિ સંભાળી તેની ચોતરફ સરાહના થઈ રહી છે. જેસિંડા ન માત્ર પીડિત પરિવારોને મળ્યા, પરંતુ તેમણે આ દરમિયાન કાળા કપડા પહેર્યા હતા અને માથુ પણ ઓઢીને રાખ્યું હતુ. આ આતંકી વારદાત બાદ ન્યૂઝીલેન્ડમાં ગમનો માહોલ છે, અને પીડિત પરિવારોની મદદમાં સ્થાનીય સતત જોડાયેલા રહ્યા છે.  

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]