ટ્રમ્પે DC હોટેલ CGI ગ્રુપને 37.5 કરોડ ડોલરમાં વેચી

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેની ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ મિયામી સ્થિત ઇન્વેસ્ટર ફંડ CGI મર્ચન્ટ ગ્રુપને 37.5 કરોડ ડોલરમાં વેચી દીધી છે. જોકે તેમણે આ હોટેલ તેઓ રાષ્ટ્રપ્રમુખ હતા, ત્યારે જ વેચી દીધી હતી. જેથી તેમના ટીકાકારોએ તેમની પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે એણે મિયામીના CGI ગ્રુપ સાથે ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલને લાંબા ગાળાના વેચાણના લીઝ કરાર પૂરા કરી લીધા છે. આ હોટેલના રૂમદીઠ રેકોર્ડ કિંમતે વેચવામાં આવ્યા છે, જે શહેરમાં સૌથી ઊંચી કિંમત છે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ સોદાથી સંકળાયેલાં સૂત્રોએ નામ ના જણાવવાની શરતે જણાવ્યું હતું કે આ ખાનગી આશરે સોદો 37.5 કરોડ ડોલરમાં થયો હતો, જેમાં આ સોદાથી ટ્રમ્પના પરિવારને 10 કરોડ ડોલરનો નફો થયો હતો.

આ હોટેલના નવા માલિકની યોજના ટ્રમ્પનું નામ દૂર કરીને એને વાલ્ડોર્ફ એસ્ટોરિયા તરીકે રિબ્રાન્ડ કરવાની છે. આ હોટેલ ખરીદનાર ગ્રુપમાં ભૂતપૂર્વ  રોકાણકાર યાંકી સ્લગર એલેક્ઝેન્ડ રોડ્રિગ્સ પણ સામેલ છે.

અનેક હોટેલ બ્રોકરો, માલિકો અને કન્સલ્ટન્ટસ 263 રૂમની હોટેલને આટલી ઊંચી કિંમત મળવાની ધારણા નહોતા રાખી રહ્યા, કેમ કે ટ્રમ્પના કાર્યકાળ દરમ્યાન આ હોટેલને 7 કરોડ ડોલરથી વધુનું નુકસાન થયું હતું. વળી, કોરોના રોગચાળા દરમ્યાન પણ આ હોટેલ બંધ પણ રહી હતી.

આ હોટેલ વાસ્તવમાં જૂની પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ હતું અને એ ફેડરલ સરકારની માલિકીનું હતું, પણ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને સરકારી વાર્ષિક ભાડાની ચુકવણી અને વેચાણમાં નફામાં કાપને બદલે બિલ્ડિંગની મરામત કરવા અને હોટેલ તરીકે ચલાવવા માટેના હક જીત્યા હતા.