કાન્સ ફિલ્મ-ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેશે આ ભારતીય હસ્તીઓ

કાન્સ (ફ્રાન્સ): વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ફિલ્મોત્સવ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’નો આ વર્ષનો કાર્યક્રમ 17 મેથી ફ્રેન્ચ રિવેરા ખાતે યોજાશે. કાન્સ-2022 આ ફિલ્મોત્સવની 75મી આવૃત્તિ હશે, જે 28 મે સુધી ચાલશે. એમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ જ્યુરી સભ્ય તરીકે ભાગ લેવાની છે. દીપિકા આ ફિલ્મોત્સવમાં રેડ કાર્પેટ પર વૉક કરતી નિયમિત જોવા મળી છે. આ વર્ષે રેડ કાર્પેટ પર માત્ર દીપિકા જ નહીં, પરંતુ બીજી અનેક ભારતીય હસ્તીઓ પણ ઉપસ્થિત રહેવાની છે.

કાન્સ-2022 રેડ કાર્પેટ પર વોક કરનાર ભારતીય હસ્તીઓની યાદીઃ

અનુરાગ ઠાકુર – કેન્દ્રીય માહિતી-પ્રસારણ પ્રધાન

દીપિકા પદુકોણ – અભિનેત્રી

આર. માધવન – અભિનેતા

અક્ષયકુમાર – અભિનેતા

એ.આર. રેહમાન – સંગીતકાર

નવાઝુદ્દીન સિદ્દિકી – અભિનેતા

પૂજા હેગડે – અભિનેત્રી

નયનતારા – અભિનેત્રી

તમન્ના ભાટિયા – અભિનેત્રી

પ્રસૂન જોશી – ભારતીય સેન્સર બોર્ડના વડા

વાણી ત્રિપાઠી ટિકુ – સેન્સર બોર્ડનાં સભ્ય

શેખર કપૂર – દિગ્દર્શક

રિકી સેજ – સંગીતકાર

ઐશ્વર્યા રાય બચ્ચન – અભિનેત્રી

હિના ખાન – અભિનેત્રી

અદિતી રાવ હૈદરી – અભિનેત્રી