શર્મિલા ટેગોરનું 11 વર્ષ પછી ફિલ્મોમાં કમબેક

મુંબઈઃ બોલીવૂડની દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટેગોર 11 વર્ષ પછી ફિલ્મોમાં કમબેક કરવા તૈયાર છે. તે ‘ગુલમહોર’માં બત્રા પરિવારની ગ્રાન્ડ મેટ્રિઆર્કની ભૂમિકા નિભાવશે. રાહુલ ચિત્તેલા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મનોજ વાજપેયી, સિમરન સિંહ બગ્ગા, અમોલ પાલેકર અને સૂરજ શર્મા પણ છે. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થશે. આ ફિલ્મ બત્રા પરિવારની વાર્તા જણાવે છે, જે 34 વર્ષીય પરિવારના ઘરથી બહાર નીકળવા માટે તૈયાર છે.

આ ફિલ્મને લઈને શર્મિલા ટેગોરે કહ્યું હતું કે એક લાંબા અંતરાલ પછી હું એક ફિલ્મ સેટના પરિચિત અને પ્રેમભર્યા માહોલમાં આવીને બહુ ખુશ છું. જેથી ટીમ ‘ગુલમહોર’નો હિસ્સો બનવા મેં તરત હામી ભરી હતી. આ ફિલ્મની વાર્તા મજેદાર છે અને એ ખૂબસરતીથી લખેલી છે. મને વિશ્વાસ છે કે કેટલાય લોકો એને પોતાના પ્રિયજનનોની સાથે ઘરોમાં આરામથી જોવાનો આનંદ લેશે.

આ ફિલ્મનું મ્યુઝિક સિદ્ધાર્થ ખોસલાએ આપ્યું છે. ‘ધ ફેમિલી મેને’ ‘ગુલમહોર’નો ભાગ બનવા પર કહ્યું હતું કે મારા માટે ફિલ્મ સઇન કરવાનાં અનેક કારણ હતાં. સૌથી પહેલું કારણ ફિલ્મની વાર્તા સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર હતી. બીજું શર્મિલાજી સાથે સ્ક્રીન સ્પેસ શરે કરવી એ એક સન્માન છે અને સૌથી વધીને રાહુલ હંમેશાં એક બુદ્ધિમાન પ્રતિભા અને સત્યનિષ્ઠ વ્યક્તિના રૂપે સામે આવ્યા છે. મને આશા છે કે દર્શક પણ આ ફિલ્મને જરૂર પસંદ કરશે.