કેનેડામાં વિદેશીઓને ઘર ખરીદવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો

ટોરેન્ટોઃ કેનેડામાં સરકારે વિદેશીઓ માટે પ્રોપર્ટી ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રહેઠાણોની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ ઘરો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી કેનેડામાં રેસિડેન્શિયેલ પ્રોપર્ટી ખરીદનારા વિદેશીઓને ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ રવિવારે પહેલી જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે. જોકે આ નિયમમાં કેટલાય અપવાદ પણ છે.

કેનેડા સરકારે એ સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ માત્ર શહેરોના આવાસો પર લાગુ થશે. ગ્રીષ્મકાલીન કોટેજ જેવી પ્રોપર્ટી પર એ પ્રતિબંધ લાગુ નહીં થાય.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વર્ષ 2021ની ચૂંટણી ઝુંબેશ દરમ્યાન સ્થાનિક લોકોની સુવિધા માટે પ્રોપર્ટી માટે એ પ્રસ્તાવ મૂક્યો હતો. કેનેડામાં વધતી કિંમતોને કારણે અનેક લોકોની પહોંચથી ઘર ખરીદવા બહાર છે. સ્થાનિક લોકોને વધુ ઘર ઉપલબ્ધ કરાવવાના હેતુથી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવાવાળા વિદેશીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

કેનેડામાં ઘર ખરીદવાવાળાઓની માગ ઘણે વધી છે. નફાખોરો પણ પ્રોપર્ટી ખરીદી-વેચાણમાં પડ્યા છે. કેનેડામાં ધર વિદેશી રોકાણકારોને ઘણા આકર્ષિત કરી રહ્યા છે. ખાલી પડેલાં ઘરોન કિંમતો આકાશને આંબી રહી છે, જે વાસ્તવિક સમસ્યા પણ છે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ઘર લોકો માટે છે, રોકાણકારો માટે નહીં. સરકારે બિનકેનેડિયન એક્ટ દ્વારા રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી પર પ્રતિબંધ લાગુ કર્યો છે.

જોકે રિયલ એસ્ટેટ સાથે સંબંધિત કેટલાય વિશ્લેષકોએ એ પણ કહ્યું હતું કે વિદેશી ખરીદદારો પર પ્રતિબંધથી ઘરોના વધુ વાજબી બનાવવાની દિશામાં કોઈ અસર નહીં પડે, બલકે માગને પહોંચી વળવા વધુ ઘરોની જરૂર પડશે. 2030 સુધીમાં આશરે 1.9 કરોડ રેસિડેન્શિયલ યુનિટની જરૂર પડશે.