મુંબઈઃ અમેરિકાનાં ‘બેસ્ટ લાર્જ એમ્પ્લોયર્સ’ વિશે ફોર્બ્સ મેગેઝિને બહાર પાડેલી તેની વાર્ષિક યાદીમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય ભારતીય કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. 1,000થી વધારે કર્મચારી ધરાવતી અમેરિકાની કંપનીઓ માટે કામ કરતા 45,000 કર્મચારીઓનું સર્વેક્ષણ કર્યા બાદ આ યાદી તૈયાર કરવામાં આવી છે.
અમેરિકામાં સૌથી વધારે સંખ્યામાં નોકરી આપનારી કંપનીઓની યાદીમાં પણ ટીસીએસ જ સૌથી મોટી કંપની છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ કંપનીએ આશરે 21,000 લોકોને નોકરી આપી છે.
એક અન્ય અગ્રગણ્ય ફોર્ચ્યુન મેગેઝિને પણ તેની સર્વોત્તમ કંપનીઓની એક વાર્ષિક યાદીમાં ટીસીએસને સ્થાન આપ્યું છે.