ડેલોવેરનાં બંને-હાઉસને સંબોધનારા શ્રી શ્રી રવિશંકર પહેલા આધ્યાત્મિક ગુરુ

બેંગલુરુઃ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ને આધ્યાત્મિક નેતા શ્રી શ્રી રવિશંકરે અમેરિકી રાજ્ય ડેલાવેરના સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્ઝ- બંનેને સંબોધિત કરી હતી. તેઓ બંને હાઉસોમાં આમંત્રિત થનારા પહેલા ભારતીય આધ્યાત્મિક ગુરુ (નેતા) બની ગયા છે. ડેલાવેર જનરલ એસેમ્બલીમાં તેમનું સંબોધન માનસિક આરોગ્યના પડકારોને પહોંચી વળવા અને શાંતિ સ્થાપવા પર કેન્દ્રિત હતું. તેમણે આંતરિક શાંતિ અને માનસિક આરોગ્ય પ્રાપ્ત કરવા માટે શ્વાસોના ઉપયોગ કરવાના મહત્ત્વ પર પ્રકાશ ફેંક્યો હતો.

આ વર્ષે રવિશંકરની પહેલો અમેરિકા પ્રવાસ હતો, જેમાં તેમણે રોગચાળા પછીના સમયમાં માનસિક આરોગ્ય અને માનવ કલ્યાણના મહત્ત્વ પર વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે માનસિક આરોગ્ય બગડે, ત્યારે થાક, કંટાળો અને ચિંતા સહિત અનેક બીમારીઓ થાય છે, જે હાલ વિશ્વમાં ઝડપથી વધી રહી છે. તેમણે બધા સ્ટેકહોલ્ડરોને  સામેલ થવા અને ‘આઇ સ્ટેન્ડ ફોર પીસ’ ઝુંબેશનો હિસ્સો બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે શાંતિપૂર્ણ, પ્રગતિ, એકતા અને સદભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક આંદોલન છે.

શ્રી શ્રી રવિશંકરના માનવતાવાદ, આધ્યાત્મિક નેતૃત્વ, અમેરિકા અને વિશ્વભરમાં શાંતિ માટેની તેમની પ્રતિબદ્ધતાનું સન્માન કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ, એમ ગવર્નર જોન કાર્ને અને લેફ્ટેનન્ટ ગવર્નર બેથાની હોલ લોન્ગે કહ્યું હતું.

રવિશંકરનો અમેરિકા પ્રવાસ મિયામીથી શરૂ થયો હતો, ત્યાં તેમણે ફિઝિશિયનનોને માનસિક આરોગ્ય માટે મેડિટેશનનું મહત્ત્વ સમજાવ્યું હતું.