પાઇપલાઇન પર અંકુશ નહીં તો ગેસ-માર્ગ ફરી નહીં ખોલાયઃ યુક્રેન

કિવઃ રશિયાએ કરેલા આક્રમણને કારણે જ્યાં સુધી કિવ પાઇપલાઇન સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ નહીં મેળવે, ત્યાં સુધી યુક્રેન યુરોપ માટે સોખરાનોવકા ગેસ ટ્રાન્ઝિટ રૂટને ફરીથી નહીં શરૂ કરે, એમ ઓપરેટર GTSOUએ જણાવ્યું હતું. કંપનીએ રશિયાનું પીઠબળ ધરાવતા અલગાવવાદીઓ દ્વારા ગેસ ચોરીનો હવાલો આપતાં ઘોષણા કરી હતી કે સોખરાનોવકાના માધ્યમથી રશિયા દ્વારા વાયા યુક્રેનથી યુરોપમાં મોકલાતા ગેસને અટકાવી દેવામાં આવશે. આ ગેસ આશરે એક તૃતીયાંશ હિસ્સો છે. આ ગેસની પાઇપલાઇન યુક્રેનના લુહાન્સ્ક ક્ષેત્રમાંથી પસાર થાય છે, જેનો એક હિસ્સો 2014થી રશિયાનો ટેકો ધરાવતા અલગાવવાદીઓના નિયંત્રણમાં છે. 

જ્યાં સુધી અમે એના પર સંપૂર્ણ નિયંત્રણ નહીં મેળવી લઈએ, ત્યાં સુધી આ પાઇપલાઇન નહીં ખોલીએ, એમ GTSOUના માલિક સર્ગેઈ મેકોગોને લેખિતમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રશિયન રાજ્ય ગેસ ઉત્પાદક એ વાતથી અજાણ હતા કે અલગાવવાદીઓએ યુક્રેનથી ગેસ ચોરીનો પ્રારંભ કર્યો છે.

મને લાગતું કે ગઝપ્રોમને માલૂમ છે કે અલગાવવાદીઓએ અમારી પાસેથી ટ્રાન્ઝિટ ગેસ ચોરી કરવાનું શરૂ કર્યું છે, એમ તેમણે કહ્યું હતું. જોકે ગઝપ્રોમ હજી પણ સુઝા ટ્રાન્ઝિટ રૂટ દ્વારા યુરોપને ગેસનું વિતરણ કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું. ગઝપ્રોમે આનો તત્કાળ જવાબ નહોતો આપ્યો. જોકે કંપનીએ જણાવ્યું હતું કે સુઝાના માધ્યમથી યુરોપને ગેસનો પુરવઠો પૂરો પાડવો ટેક્નિકલ રીતે શક્ય નથી, કિવ જે દાવો કરે છે, એ સાચો નથી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]