ઈસ્લામાબાદ એરપોર્ટ પર સ્નિફર શ્વાન કોરોના-દર્દીઓની ઓળખ કરશે

ઈસ્લામાબાદઃ અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓએ નક્કી કર્યું છે કે દેશના આ પાટનગર શહેરમાં આવતા પર્યટકોમાંના કોણ કોરોનાવાઈરસના રોગીઓ છે એને ઓળખી કાઢવા માટે તેઓ સ્નિફર કૂતરાઓની મદદ લેશે. એરપોર્ટના એક સિનિયર અધિકારીએ ‘ડોન ન્યૂઝ’ને આ જાણકારી આપી હતી.

અધિકારીએ કહ્યું કે તાલીમબદ્ધ સ્નિફર શ્વાન ચેપગ્રસ્ત વ્યક્તિઓમાંથી આવતી ગંધ સૂંઘીને કોરોનાવાઈરસ ચેપને ઓળખી કાઢશે. આ કૂતરાઓનો ઉપયોગ કોવિડ-19 ચેપની ઓળખ કરવા માટે પૂરક સ્ક્રીનિંગ સાધન તરીકે કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]