રિયાધ – કેરળમાં નિપાહ વાયરસ ફેલાતાં ત્યાંથી શાકભાજી અને ફળો જેવી ફ્રોઝન કે પ્રોસેસ કરેલી ચીજવસ્તુઓની આયાત કરવા પર સાઉદી અરેબિયાએ પ્રતિબંધ મૂક્યો છે.
નિપાહ વાયરસથી મગજના તાવની બીમારી લાગુ પડી શકે છે. આ બીમારી મગજમાં સોજો લાવે છે. નિપાહને કારણે તાવ આવે છે, ઉધરસ થાય છે, માથાનો દુખાવો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
ગઈ 29 મેએ સંયુક્ત આરબ અમિરાતે કેરળમાંથી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.