કોલંબોઃ મોટા આર્થિક દેવામાં ડૂબી ગયેલા અને આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા શ્રીલંકાના હિંસાગ્રસ્ત બનેલા રાજકારણમાં આજે એક નવો વળાંક આવ્યો છે. 73 વર્ષીય વિપક્ષી નેતા રાનિલ વિક્રમસિંઘેએ દેશના નવા વડા પ્રધાન તરીકે આજે સાંજે શપથ લીધા છે. દેશના પ્રમુખ ગોતાબાયા રાજપક્ષાએ વિક્રમસિંઘેને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. યૂનાઈટેડ નેશનલ પાર્ટીના વિક્રમસિંઘે અગાઉ ચાર વખત વડા પ્રધાન બની ચૂક્યા હતા. તેઓ પ્રમુખ ગોતાબાયાના ભાઈ મહિન્ડા રાજપક્ષાના અનુગામી બન્યા છે. મહિન્ડાને કોલંબોમાં જનતા દ્વારા હિંસક વિરોધને પગલે પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે.
વિક્રમસિંઘેએ હવે સંસદમાં બહુમતી સાબિત કરવાની રહેશે.
