રાષ્ટ્રપતિપદની ચૂંટણીઃ બાઇડન, કમલા હેરિસની ચૂંટણી લડવાની જાહેરાત

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ફરીથી ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડને ત્રણ મિનિટનો વિડિયો જારી કરીને એનું એલાન કર્યું છે. રાષ્ટ્રપતિ બાઇડન અનેક દાયકાઓથી રાજકારણમાં સક્રિય રહ્યા છે. બાઇડનની દલીલ છે કે 2024માં ચૂંટણીમાં ગર્ભપાતના અધિકાર, લોકતંત્રની રક્ષા, મતદાનનો અધિકાર અને સામાજિક સુરક્ષા તંત્ર સૌથી મહત્ત્વના મુદ્દાઓમાંથી એક છે. અમેરિકાની દરેક પેઢીએ એક એવી ક્ષણનો સામનો કર્યો છે, જ્યારે તેમણે લોકતંત્રની રક્ષા કરવા માટે ઊભા રહેવું પડ્યું. તેમની મૌલિક સ્વતંત્રતા માટે ઊભા રહેવું પડશે. મારું માનવું છે કે આ આપણો અધિકાર છે. એટલે જ હું ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટેં ચૂંટણી લડી રહ્યો છું.

હાલના ઉપ રાષ્ટ્રપતિ ભારતીય-અમેરિકી કમલા હેરિસ 2024માં આ પદ માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી દાવેદારી રજૂ કરશે. તેમના ચૂંટણીપ્રચારમાં કહેવામાં આવ્યું છે કે બાઇડન અને કમલા ફરીથી ચૂંટણી મેદાનમાં છે અને આ વખતના ચૂંટણી પ્રચારમાં અમને તમારી મદદની જરૂર છે.

એક જારી કરવામાં આવેલા વિડિયોમાં બાઇડને 2024માં ચૂંટણીને રિપબ્લિકના અતિવાદની સામે લડાઈ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રના ચરિત્રને બહાલ કરવા માટે અને સંકલ્પને પૂરી રીતે સાકાર કરવા માટે સમય જોઈએ. તેમણે કહ્યું હતું કે જ્યારે હું ચાર વર્ષ માટે રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી મેદાનમાં ઊભો હતો, ત્યારે મેં કહ્યું હતું કે અમેરિકાના આત્મા માટે લડતા રહીશું અને અમે હજી પણ લડી રહ્યા છીએ.