રૂ.7.98 લાખની MG કોમેટ EV કાર લોન્ચ થઈ; ભારતમાં નવી સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર

ગુરુગ્રામ (હરિયાણા): એમ.જી. મોટર ઈન્ડિયા કંપનીએ તેની સ્માર્ટ ઈલેક્ટ્રિક કાર MG કોમેટ EV ભારતમાં લોન્ચ કરી છે. GSEV-પ્લેટફોર્મ પર આધારિત આ કાર એમજી મોટર ઈન્ડિયાના પોર્ટફોલિયોની બીજી EV છે. એમાં અનેક સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કાર રૂ. 7,98,000 (એક્સ,-શોરૂમ) કિંમતે ઉપલબ્ધ છે. આ કાર કદમાં નાની છે, પણ અંદર જગ્યા ઘણી મોટી છે. એમજી મોટર ઈન્ડિયા ચીનના શાંઘાઈસ્થિત SAIC મોટર કંપનીની પેટાકંપની છે.

કોમેટ ઈવી કારની બેટરી રેન્જ સિંગલ ચાર્જમાં આશરે 230 કિ.મી. છે. આ કાર 17.3 kWh લિઓન બેટરીથી સંચાલિત છે. આ કાર IP67 રેટેડ છે, મતલબ કે પાણી અને ધૂળ સામે તે ખૂબ ઝીંક ઝીલી શકે છે. કારમાં ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS +EBD, ફ્રન્ટ અને રીયરમાં 3 pt. સીટ બેલ્ટ્સ, રીયર પાર્કિંગ કેમેરા અને સેન્સર, બાળકો માટેની સીટ જેવા ફીચર્સ છે. આ કારનું બુકિંગ આવતી 15 મેથી શરૂ થશે. આ કારને ટાટા મોટર્સની ટાટા ટિયાગો અને ફ્રેન્ચ કંપનીની સિટ્રોએન કારને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવી છે. ટાટા ટિયાગો ઈવી કારની કિંમત છે રૂ.8.69 લાખથી રૂ.11.99 લાખ સુધી. સિટ્રોએનEC3ની કિંમત છે રૂ. 11.50 લાખથી રૂ.12.76 લાખ.