એર ઇન્ડિયાના સેલરી વિવાદને લઈને પાઇલટો રતન ટાટાના શરણમાં

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપના દ્વારા ઓપરેટ કરવામાં આવતી એરલાઇન એર ઇન્ડિયાના 1500થી વધુ પાઇલટોથી વધુ પાઇલટોએ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને એક અરજી મોકલી છે, એમાં પાઇલટોએ રિવાઇઝ સર્વિસ એગ્રિમેન્ટ અપડેટેડ સેલેરી સ્ટ્રક્ચરને લઈને હ્યુમન રિસોર્સ (HR) વિભાગની સાથે ચાલી રહેલા વિવાદમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. પાઇલટોને લાગે છે કે તેમની સમસ્યાઓને હાલમાં HR ટીમ નથી સાંભળી રહી.

આ અરજીમાં પાઇલટોએ લખ્યું હતું કે અમે HR ડિપાર્ટમેન્ટની સાથે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમને લાગે છે કે એર ઇન્ડિયાના કર્મચારીઓના રૂપે જે સન્માન અને ગરિમાના હકદાર છીએ, એ પ્રકારનો વ્યવહાર અમારી સાથે નથી કરવામાં આવી રહ્યો. એને કારણે અમારું મનોબળ ઓછું થયું છે અને અમે ચિંતિત છીએ. તેમણે કહ્યું હતું કે અમને અમારી ફરજના પાલન પરની અમારી ક્ષમતા પર નકારાત્મક અસર પડશે. આ અરજી પર કુલ 1504 પાઇલટોએ હસ્તાક્ષર કર્યા છે.

આ અસંતુષ્ટ પાઇલટોએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન પાસે હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. પાઇલટોએ લખ્યું હતું કે અમે ટાટા ગ્રુપમાં કામ કરવાથી ગર્વ મહેસૂસ છીએ

સેલરી સ્ટ્રક્ચરથી નાખુશ પાઇલટ

એર ઇન્ડિયાના પાઇલટો અને કેબિન ક્રૂ માટે એક નવું સેલેરી સ્ટ્રક્ચરનું એલાન કર્યું છે, એમાં પાઇલટોના ફ્લાઇટ્સનાં ભથ્થાંને બે ગણું કરીને 40 કલાક કરી નાખવામાં આવ્યું છે. આ સિવાય કહેવામાં આવ્યું હતું કે પાઇલટોને સર્વિસ યરને આધારે રિવોર્ડ આપવામાં આવશે. બે પાઇલટ યુનિયન – ઇન્ડિયન કોમર્શિયલ પાઇલટ્સ એસોસિયેશન (ICPA) અને ઇન્ડિયન પાઇલટ્સ ગિલ્ડ (IPG)એ સંશોધિત સેલરી સ્ટ્રક્ચર અને સર્વિસ એગ્રીમેન્ટ પર નિરાશા દર્શાવી હતી.