નાઇઝરઃ નાઇજિરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અલગાવવાદીઓએ પોલીસ અને સેના પર હુમલો કરીને સરકારી ઇમારતો અને જેલને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલામાં જેલમાં બંધ આશરે 2000 કેદી ભાગી ગયા છે. આ હુમલામાં આશરે છ પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે. અધિકારીઓના હુમલા પછી કેટલાય કેદીઓ જેલથી ભાગી નીકળ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલો ઓવેરી શહેરમાં થયો હતો, જે આશરે બે કલાક સુધી જારી રહ્યો હતો. બંદૂકધારીઓએ આ દરમ્યાન કેટલીક સરકારી મકાનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ નાઇજિરિયાના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસે અલગાવવાદીઓને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. આ જેલમાં આશરે 2000થી વધુ કેદીઓ હતા.
નાઇજિરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારી આરોગ્ય સંબંધી કારણોથી બે સપ્તાહ માટે લંડનમાં છે અને તેમણે ત્યાંથી આ હુમલાની નિંદા કરી હતી. તેમણે હુમલાને આતંકવાદી કૃત્ય ઘોષિત કર્યું હતું. આ ઘટના પછી આસપાસનાં બે શહેરોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. બંદૂકધારીઓએ ગયા મહિને કમસે કમ છ પોલીસોનાં મોત થયાં હતાં.