ઇસ્લામાબાદઃ પાકિસ્તાન વર્ષ 2022માં ઇન્ટરનેટ સુધી પહોંચ અ ડિજિટલ પ્રણાલી મામલેમાં વિશ્વમાં સૌથી ખરાબ દેખાવ કરવાવાળા દેશોમાંનો એક છે. સોમવારે જારી થયેલા એક રિપોર્ટમાં આ માહિતી સામે આવે છે. પાકિસ્તાન ઇન્ટરનેટ લેન્ડસ્કેપ 2022 શીર્ષકવાળા એ રિપોર્ટ માનવાધિકાર સંગઠન બાઇટ્સ ફોર ઓલ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ગયા વર્ષે પાકિસ્તાનમાં માનવાધિકારો અને સૂચના તથા કોમ્યુનિકેશન ટેક્નોલોજી વિશે જણાવવામાં આવ્યું હતું.
ઇન્ટરનેટ પહોંચ અને શાસમ મામલે પાકિસ્તાનમાં થડોક સુધારો થયો છે, પરંતુ વિશ્વના સંદર્ભે દેશ સૌથી ખરાબ દેખાવ કરવાવાળા દેશોમાંનો એક છે. પાકિસ્તાન એશિયામાં પણ ખરાબ દેખાવ કરનાર દેશ છે. આ સિવાય પાકિસ્તાનમાં સાયબર ગુનામાં સતત વૃદ્ધિ જોવા મળી હતી. ડિસેમ્બર, 2022 સુધી એક લાખથી વધુ ફરિયો નોંધવામાં આવી છે, જે છેલ્લાં પાંચ વર્ષોમાં સૌથી વધુ છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન ઇન્ટરનેટ પહોંચ મામલે એશિયાના 22 દેશોમાં સૌથી નીચલા ક્રમાંકે છે.
પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પહોંચ મામલે વધારો થયો છે, છતાં 15 ટકા વસતિ હજી પણ ઇન્ટરનેટ અને મોબાઇલ અને દૂરસંચાર સેવાઓ સુધી પહોંચથી ઘણી દૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાઓ માટે ઇન્ટરનેટ એક્સેસ અને મોબાઇલ ફોન એક્સેસ- બંનેમાં મોટા પાયે લૈંગિક અંતરને ધેસમાં એક મુખ્ય મુદ્દા તરીકે નોટ કર્યો હતો.