નવી દિલ્હીઃ ભારતીય ટેક્નિક પર આધારિત બ્રહ્મોસ મિસાઇલ વિકસિત કરવામાં મોટી ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ સાયન્ટિસ્ટ નિશાંત અગ્રવાલને સેશન્સ કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે. એવોર્ડ વિનિંગ એન્જિનિયર નિશાંત પર પર મિસાઇલથી જોડાયેલી સિક્રેટ માહિતી વિદેશી તાકાતોના હાથમાં સોંપવાનો આરોપ હતો અને કોર્ટે તેમને CPCની કલમ 235 હેઠળ ઉંમર કેદની સજા આપવામાં આવી છે.
આ કેસની તપાસ કરવાવાળા UP-ATSના અધિકારી પંકડ અવસ્થીનું કહેવું છે કે નિશાંતે પાકિસ્તાનની સેજલ ફેસબુક IDવાળી મહિલાથી વાતચીત દરમ્યાન સેનાના અનેક સિક્રેટ લીક કર્યા હતા. ફેસબુક ચેટિંગ દરમ્યાન તેમણે પાકિસ્તાની શખસથી વાતચીત મહત્ત્વની માહિતી લીક થઈ હતી.
તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે સેજલની સાથે ચેટિંગ કરતાં સમયે નિશાંતે તેના નિર્દેશ પર વર્ષ 2017માં ત્રણ લિન્ક પર ક્લિક કર્યું હતું અને એનાથી જોડાયેલી એપ લેપટોપ પર ઇન્સ્ટોલ કરી હતી. આ ત્રણ એપ- Qwhisper, Chat to Hire અને X-trust હતી. આ એપ એક પ્રકારે મેલવેર હતી, જેણે નિશાંતના લેપટોપથી સંપૂર્ણ ડેટા કાઢી લીધો હતો. તપાસમાં માલૂમ પડ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલથી જોડાયેલી ગુપ્ત માહિતી નિશાંતના લેપટોપમાં હતી, જે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે.
નિશાંતે તપાસમાં જણાવ્યું હતું કે તેણે લિન્ક્ડઇન પર સેજલે પણ ચેટિંગ કરી હતી, જ્યાં સેજલે તેમને હાયર કરવાની વાત કરી હતી. તેણે નિશાંતને કહ્યું હતું કે તે યુકેની હેયઝ એવિયેશનમાં નોકરી અપાવશે, આ રીતે નિશાંત તેની જાળમાં ફસાતો ગયો અને સેનાની માહિતી આપતો ગયો હતો.