સિંગાપુરઃ કોરોના રોગચાળાનો નવો વેરિયેન્ટ ઓમિક્રોન બહુ ઝડપથી સંક્રમણ ફેલાવતો વાઇરસ તો છે, પણ હવે સિંગાપુરના નિષ્ણતાઓએ ચેતવણી ઉચ્ચારી છે કે જે રીતે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે, એ જોતાં આવનારાં સપ્તાહો અને મહિનાઓમાં ઓમિક્રોન કોરોનાનો મુખ્ય ડેલ્ટા પ્રકારમાં તબદિલ થવાની સંભાવના છે. સિંગાપુરમાં બુધવારે ઓમિક્રોનના 170 કેસો નોંધાયા હતા.
કોરોના રોગચાળાનો ડેલ્ટા વેરિયેન્ટ હાલ આફ્રિકા સિવાય બધા દ્વીપોમાં સૌથી સામાન્ય પ્રકાર છે. આફ્રિકામાં ઓમિક્રોન બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે, એમ રાજ્યની માલિકીની સાયન્સ, ટેક્નોલોજી અને રિસર્ચની બાયોઇન્ફોર્મેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સેબાસ્ટિયન મોરર સ્ટ્રોએ કહ્યું હતું.
હાલના ડેટા પરથી માલૂમ પડે છે કે ડેલ્ટા સમયની સાથે ઓમિક્રોન જેવો થશે, એમ તેમણે કહ્યું હતું. વિશ્વમાં ઓંમિક્રોન 110 દેશોમાં પહોંચતા પહેલાં દક્ષિણ આફ્રિકામાં 11 નવેમ્બરે અને એ પછી બોત્સવાના અને હોંગકોંગમાં ઓમિક્રોનના કેસો નોંધાયા હતા. ઓસ્ટ્રેલિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ કિંગડમ ઓમિક્રોનના નોંધપાત્ર કેસો નોંધાયા છે, એમ નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલ ડિવિઝનના વાઇરસ રોગોના સિનિયર કન્સલ્ટન્ટ પ્રોફેસર ડેલ ફિશરે કહ્યું હતું. અમે કોરોનાના ડેલ્ટા વાઇરસને ઓમિક્રોનમાં તબદિલ થવાની શક્યતા જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોન ડેલ્ટાને મુખ્ય રૂપે બદલશે.