પ્રતિકૂળ તાકાતો કોરિયન લોકોનો વિનાશ કરવા ઈચ્છે છે: કિમ જોંગ

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ફરી એક વખત અમેરિકા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. કિમ જોંગે જણાવ્યું કે, ‘પ્રતિકૂળ તાકતો કોરિયન લોકોનો વિનાશ કરવા ઈચ્છે છે’. ઉલ્લેખનીય છે કે, અમેરિકા નોર્થ કોરિયા પર પ્રતિબંધ લાગૂ કરીને પરમાણુ કાર્યક્રમને લઈને પ્યોંગયાંગ પર દબાણ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન અને અમેરિકના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રુમ્પ વચ્ચે આ વર્ષે સિંગાપોરમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. પરંતુ ત્યારથી બન્ને દેશઓ વચ્ચે સંબંધો સુધરવાની દિશામાં કોઈ ખાસ પ્રગતિ નથી જણાઈ રહી. અને ઉત્તર કોરિયાએ તેમના ઉપર સંપૂર્ણ અણુ નિઃશસ્ત્રીકરણ કરવા માટે અમેરિકા પર ગેંગસ્ટર જેવી ભૂમિકા ભજવવાનો આરોપ લગાવ્યો છે.

નોર્થ કોરિયામાં વોનસાન-કલમા પર્યટન ક્ષેત્રમાં એક કાર્યક્રમ દરમિયાન કિમ જોંગ ઉને અમેરિકા પર પ્રહાર કરતા જણાવ્યું કે, ‘શત્રુતાપૂર્ણ તાકતો કોરિયાઈ જનતા પર પ્રતિબંધો લગાવી અને પોતાની તાકાતનો દુરુપયોગ કરીને પ્રતિબંધ દ્વારા નોર્થ કોરિયાને બરબાદ કરવા ઈચ્છે છે’.