વોશિંગ્ટનઃ અમેરિકાએ શુક્રવારે એલાન કર્યું હતું કે જેમના કોર્સિસના બધા ક્લાસિસ ઓનલાઇન થઈ ચૂક્યા છે એ નવા વિદેશી સ્ટુડન્સને દેશમાં આવવાની મંજૂરી નહીં હોય. કોરોના રોગચાળાને લીધે બધા ક્લાસિસને ઓનલાઇન કરવાના આદેશ પછી અમેરિકાએ આ નવા નિર્દેશ જારી કર્યા છે. આ આદેશ ડોનાલ્ડ ટ્રમ્પ એકમિનિસ્ટ્રેશનના ICE એટલે કે એમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે જારી કર્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ સંકકટ દરમ્યાનકેટલાય પ્રકારના વિઝા સ્થગિત કરી દીધા છે. સ્ટુડન્ટ્સને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સતત વિવાદોમાં રહે છે.
બે સપ્તાહ પહેલાં ICEએ એક આવો જ આદેશ જારી કર્યો હતો.
આ આદેશમાં એ વિદેશી સ્ટુડન્ટ્સને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું હતું, જેમના ક્લાસિસ ઓનલાઇન ચાલી રહ્યા છે. ત્યાર બાદ આ આદેશમાં બદલાવ કરી દીધો છે.
