સીસીટીવી સર્વેલન્સમાં દુનિયામાં ચીન પહેલા નંબરે

બીજિંગઃ આપને એવાત જાણીને નવાી લાગશે કે, વિશ્વના સૌથી વધારે મોનિટર કરવામાં આવતા ટોપ 20 શહેરોમાં ચીનના 18 શહેરનો સમાવેશ થાય છે. અહીંયા સરેરાશ 4.1 વ્યક્તિ કેમેરાની નજરમાં હોય છે. ચીનની જનસંખ્યાને જોતા અહીંયાના અલગ-અલગ શહેરોમાં સીસીટીવીની જાળ ફેલાયેલી છે. ચીનના શહેરો સિવાય વધારે સારું સીસીટીવી સર્વેલન્સ લંડન અને હૈદરાબાદનું છે. લંડન આ શ્રેણીમાં ત્રીજા નંબરે છે તો હૈદરાબાદનો 16 મો નંબર છે. યૂકેમાં જાહેર એક વાર્ષિક રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં 770 મિલિયન કેમેરા અત્યારે કાર્યરત છે. આમાંથી 54 ટકાનો ઉપયોગતો માત્ર ચીન જ કરી રહ્યું છે. આ રિપોર્ટ કોમ્પેયરટેક નામના ફર્મે જાહેર કર્યો છે. આ ફર્મ ટેક્નોલોજી સુવિધાઓ જેવીકે વીપીએન, એન્ટી વાયરસ અને એપ્સનું વિશ્લેષણ કરે છે. લોકડાઉનમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો. સીસીટીવીની મદદથી લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે  અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે, લોકો પોતાના ઘરોની બહાર ન નિકળે. મહત્વનું છે કે, ચીનની સત્તારુઢ પાર્ટી પીપલ્સ રિપબ્લિક ઓફ ચીને વર્ષ 2018 માં સરેરાશ 4.1 વ્યક્તિ પર કેમેરા લગાવ્યા હતા. આનો રિપોર્ટ બ્રિટનની એક કંપની IHS દ્વારા આપવામાં આવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2021 સુધી ચીનમાં 567 મિલિયન કેમેરા લાગી જશે તો US માં 85 મિલિયન કેમેરા લગાવવામાં આવશે. ચીનનું તાઈવાન શહેર આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે કે, જ્યાં 4,65,255 જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે. પોપ્યુલેશનની દ્રષ્ટીએ અહીંયા પ્રત્યેક 1000 વ્યક્તિ પર 119.57 સીસીટીવી કેમેરા લાગેલા છે. ચીનની સીસીટીવીની જાળ હવે સુરક્ષાના કાયદા માટે પણ સંકટ બની રહી છે, જેને લઈને એક્ટિવિસ્ટ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.