કોરોના હાહાકાર વચ્ચે યૂરોપ, અમેરિકામાં જન્મી નવી બીમારી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ કાળો વેર વર્તાવી રહ્યો છે અને આખી દુનિયા એની સામે ઝઝુમી રહી છે ત્યારે યૂરોપ, અમેરિકા અને બ્રિટનમાં એક અન્ય બીમારી સામે આવી છે. અહીંયા બાળકોમાં એક નવી બીમારી ‘કાવાસાકી’ જોવા મળી રહી છે. વિશેષજ્ઞો આનો સંબંધ કોરોના વાયરસ સાથે જોડી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ઈટલીના બેરગામોમાં 30 જેટલા કેસો કાવાસાકી જેવી બીમારીના બાળકોમાં જોવા મળ્યા. બીમારીથી પ્રભાવિત થનારા બાળકોની ઉંંમર સાડા સાત વર્ષ વર્ષ સુધીની હતી. ઈટલીના સંશોધકોનું માનવું છે કે, કોવિડ-19 કાવાસાકી જેવી બીમારીનું કારણ હોઈ શકે છે. અત્યારે યૂરોપ, અમેરિકા અને બ્રિટનમાં કેટલાય બાળકો સોજાથી પીડાઈ રહ્યા છે. આ બિમારીનો સંબંધ કોરોના વાયરસ સાથે જોડવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્કમાં ત્રણ બાળકોના મોત બાદ બીમારી બાદ આ પ્રકારના કેસો લુસિયાના, કેલિફોર્નિયા અને મિસિસિપીમાં મળ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, ગત સપ્તાહે કાવાસાકી જેવી બીમારીથી પીડિત 20 બાળકો લંડનની હોસ્પિટલમાં દાખલ થયા હતા. લંડનમાં બાળકોની એક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ભરતી 14 વર્ષીળ બાળકને 6 દિવસ સુધી આઈસીયૂમાં રાખવામાં આવ્યું હતું. તેના મૃત્યુ બાદ તેમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. મેડિકલ ટીમ અનુસાર જે સમયે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો, ત્યારે તેના શરિરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સિવાય તેને ડાયેરિયા, માથાનો દુખાવો અને પેટમાં દુખાવાની સમસ્યા પણ હતી.