કાઠમંડુઃ નેપાળમાં યેતી એરવેઝનું 72-સીટવાળું 68 પ્રવાસી અને ચાર ક્રૂ સભ્યો સાથેનું એક પેસેન્જર વિમાન આજે પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે નજીક દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા 42 જણના મરણ નિપજ્યા છે. મૃતકોમાં 10 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. એમાં પાંચ ભારતીય છે. આ જાણકારી ભારતીય દૂતાવાસે આપી છે. વિમાન સવારે 10.30 વાગ્યે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઉપડ્યું હતું અને તે પોખરા એરપોર્ટ પર ઉતરાણ કરી જ રહ્યું હતું ત્યારે લગભગ બે કિલોમીટર દૂર આવેલી સેતી નદીના કિનારે તૂટી પડ્યું હતું.
મૃતકોમાં છ બાળકોનો સમાવેશ થાય છે. મૃતકો તથા ઈજાગ્રસ્તોની સંખ્યાના ચોક્કસ આંકડાની હજી જાણકારી અપાઈ નથી.
