ભારતથી નહીં, અમને ઇસ્લામિક કટ્ટરવાદથી વધુ ખતરોઃ ચૌધરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપતી ઇમરાન ખાન સરકાર માટે ધાર્મિક કટ્ટરપંથ મામલે સાપે છંછૂદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે. પાકિસ્તાનના સંદેશવ્યવહારપ્રધાન ફવાદ ચૌધરીએ કબૂલ કર્યું હતું કે પાકિસ્તાનને ભારત અને અમેરિકાથી જોખમ નથી, પણ ધાર્મિક કટ્ટરપંથથી મોટો ખતરો છે. દેશમાં સ્કૂલ અને કોલેજ સ્ટુડન્ટ્સની અંદર મદરેસા નહીં, પણ કટ્ટરપંથીઓ ધાર્મિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

કેટલાંક વર્ષો પહેલાં તેમણે દાવો કર્યો હતો કે મદરેસા ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. હવે તેઓ ફરી ગયા છે. હાલમાં આતંકવાદ પર આયોજિત એક ચર્ચામાં તેમણે કહ્યું હતું કે 80 અને 90ના દાયકામાં જે શિક્ષકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓ એક ષડયંત્ર હેઠળ નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેથી કટ્ટરતાનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપી શકાય. સાધારણ સ્કૂલ-કોલેજોનાં વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાં થયેલા કટ્ટરતાની ચર્ચિત ઘટનાઓમાં સામેલ રહ્યા છે.

Muslims in India protest against ISIS following the Nov. 13 terrorist attacks in Paris.આશરે 300 વર્ષ પહેલાં દેશના પંજાબ, ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં કટ્ટરવાદ નથી જોવાયો. આજે પાકિસ્તાન ધાર્મિક કટ્ટરવાદના ગંભીર ખતરા સામે ઝઝૂમી રહ્યો છે. અમને ભારતથી કોઈ હુમલાનું જોખમ નથી. અમારી પાસે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી સેના છે. અમારી પાસે પરમાણુ બોમ્બ છે. અમને યુરોપથી ખતરો નથી. આજે અમે જે સૌથી મોટા જોખમનો સામનો કરી રહ્યા છીએ એ પાકિસ્તાનની અંદર જ છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે દેશમાં કટ્ટરવાદને નિયંત્રિત કરવા માટે જે પગલાં લેવામાં આવ્યાં છે, અપર્યાપ્ત છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]