અફઘાનિસ્તાનમાં હાલમાં 120થી વધુ લઘુમતીઓનાં મોતઃ UN

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાજેતરના દિવસોમાં 120થી વધુ લોકોને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા છે અને અનેક જણ ઘાયલ થયા છે, એમ સંયુક્ત રાષ્ટ્રે (UN) કહ્યું હતું. UNએ સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશન (UNASMA)માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને અલ્પસંખ્યકો માટે વધુ સુરક્ષા આપવા નિર્દેશ આપ્યા છે, જેથી તેઓ નિર્ભીકપણે તેમના ધાર્મિક સમારંભોનું આયોજન કરી શકે.

કટ્ટરપંથી મિલિશિયા સંગઠન ઇસ્લામિક સ્ટેટે શુક્રવારે અમને શનિવારે કાબુલના પશ્ચિમી ભાગમાં થયેલા શિયા મુસલમાનોને નિશાન બનાવનારા બેક-ટુ-બેક બોમ્બ વિસ્ફોટકોની જવાબદારી લીધી હતી. રવિવારે કાબુલમાં સતત ત્રીજા દિવસે હુમલાની અસ્પષ્ટ સૂચનાઓ મળી હતી.કાબુલના પશ્ચિમમાં તાજી હુમલામાં એક અન્ય શિયા ક્ષેત્ર ચંદાવોલમાં એક નાગરિક બસને નિશાન બનાવવામાં આવી હતી. દેશમાં તાજા હુમલામાં એક ધાર્મિક અલ્પસંખ્યક શિયા મુસલમાન- આશુરાની તૈયારી રી રહ્યા હતા- જે પયગંમ્બર મોહમ્મદના દોહિત્ર ઇમામ હુસૈનની શહીદીની યાદ અપાવે છે.

અફઘાનિસ્તાનમાં ઓગસ્ટ, 2021માં તાલિબાન દ્વારા કબજો કરવામાં આવ્યા પછી ઇસ્લામિક સ્ટેટે કેટલાય હુમલા કર્યા છે, જેમાં મુખ્યત્વે ધાર્મિક અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવે છે.