આ વ્યક્તિને મળી 23 કરોડની કીંમત વાળી માછલી, પછી શું થયું…

નવી દિલ્હીઃ આયર્લેન્ડના સમુદ્ર કિનારા પર એક વ્યક્તિને આશરે 23 કરોડથી વધારે કીંમત વાળી ટૂના માછલી દેખાઈ. પરંતુ આ વ્યક્તિએ આ માછલીને પોતાની પાસે રાખવાની જગ્યાએ થોડા સમય બાદ તેને પાણીમાં પાછી ફેંકી દીધી. વેસ્ટ કોર્ક ચાર્ટડ કંપનીના ડેવ એડવર્ડને સમુદ્રમાં 8.5 ફૂટ લાંબી બ્લૂફિન ટૂના માછલી મળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આ માછલી, આ વર્ષે અહીંયા પકડવામાં આવેલી સૌથી મોટી માછલી છે. આ માછલીની જાપાનમાં કીંમત આશરે 3 મિલિયન યૂરોથી વધારે હોઈ શકે છે.જોકે, ડેવ એડવર્ડ અને તેમની ટીમના લોકો અનુસાર તેઓ તમામ કોમર્શિયલ ઉપયોગ માટે ફિશિંગ નહોતા કરી રહ્યા. એટલા માટે તેમણે આ બ્લૂફિન ટૂના માછલીને છોડી દીધી. આ માછલી જ્યારે કાંટામાં ફસાઈ ત્યારે તેને તુરંત જ બોટ પર લાવવામાં આવી અને પછી તેનું વજન કરવામાં આવ્યું અને બાદમાં તેને પાણીમાં છોડી દેવામાં આવી.

વેસ્ટ કોર્ક ચાર્ટર્ડના ફેસબુક પેજ પર આ માછલીના ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવ્યા છે. આ રહી આ 8.5 ફૂટ લાંબી ટૂના માછલીના ફોટોગ્રાફ્સ.

ડેવ એડવર્ડ અને તેમની ટીમ 15 ઓક્ટોબર સુધી સમુદ્રમાં કેચ એન્ડ રીલિઝ પ્રોગ્રામમાં ભાગ લીધો છે, આ પ્રોગ્રામમાં તેમની 15 બોટ સમુદ્રમાં ફરી રહી છે. ડેવે જે ટૂના પકડી, તેનું વજન આશરે 270 કિલો હતું.

અત્યારે તાજેતરમાં જ, નોર્વેના સમુદ્રી કીનારામાંથી મળી આવેલી ગજબ દેખાતી માછલીનો ફોટો પણ વાયરલ થયો હતો. આ ભાગ્યે જ મળી આવતી ફીશની ખૂબ લાંબી પૂંછડી અને મોટી આંખો હતી. 19 વર્ષના ઓસ્કરે આ માછલીને પકડી અને જણાવ્યું કે આ થોડી ડાયનાસોર જેવી દેખાય છે અને પહેલા ક્યારેય આવી માછલી જોઈ નથી.