તુર્કીઃ તુર્કીના નૂર્દગીથી 23 કિમી પૂર્વમાં શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિચ્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવ્યો છે. આ ભૂકંપે સિરિયા અને તુર્કીમાં ભારે વિનાશ વેર્યો હતો, જેમાં 300થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ પહેલાં અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે કહ્યું હતું કે તુર્કીમાં કમસે કમ 53 લોકો માર્યા ગયા હતા અને પડોસી સિરિયામાં 42 લોકોનાં મોત થયાં હતાં. માલટ્યા પ્રાંતમાં 23, ઉરફામાં 17, ઉસ્માનિયામાં સાત અને દિયારબાકિરમાં છ લોકોનાં મોત થયાં હતાં. ભારે ક્ષતિને કારણે મોતની સંખ્યા વધુ વધવાની આશંકા છે. સિરિયાની સરકાર નિયંત્રિત હિસ્સામાં અનેક ઇમારતોના રૂપે કમસે કમ 42 લોકો માર્યા ગયા હતા.
સમાચાર એજન્સી સનાએ કહ્યું હતું કે આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે પ્રારંભિક ભૂકંપના પરિણામસ્વરૂપ અલેપ્પો, હમા અને લતાકિયામાં 42 લોકોનાં મોત અને 200 જણ ઘાયલ થવાના અહેવાલ મળ્યા છે. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર 4.17 કલાકે આશરે 17.9 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
US જિયોલોજિકલ સર્વિસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે સોમવારે દક્ષિણ તુર્કીમાં ગજિયાંટેપની પાસે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનું કેન્દ્ર તુર્કીના 26 કિમી દૂર નૂરદા રહ્યું છે. એ વિસ્તાર ગજિએનટેપની પાસે છે. આ વિસ્તારની વસતિ આશરે 20 લાખ છે, જેમાં પાંચ લાખ સિરિયાના શરણાર્થીઓ છે. આશંકા છે કે ભૂકંપથી મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે. તુર્કી વિશ્વનો સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્રોમાંથી એક છે.