ભારતથી બે દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પ્રારંભ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આશરે 90 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ફ્રાંસ અને અમેરિકાની સાથે એક દ્વિપક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એ મુજબ હવે  આ દેશ આજથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરી શકશે. સિવિલ એવિયેશનપ્રધાન હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આગામી કેટલાંક સપ્તાહમાં આ પ્રકારના સમજૂતી કરાર જર્મની અને ફ્રાંસની સાથે પણ કરવામાં આવશે. એનો અર્થ એ છે કે જુલાઈ અથવા ઓગસ્ટમાં હવે જર્મની અને ફ્રાંસ જેવા દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય એવી સંભાવના છે.

આગામી દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે દિલ્હી-લંડન ફ્લાઇટ એક દિવસમાં બે વાર ઉડાન ભરશે. જર્મની દ્વારા લુફ્થાન્સા એરલાઇનની સાથે વાતચીત લગભગ નક્કી થઈ ચૂકી છે. ભારત તરફથી એર ઇન્ડિયા ફ્રાન્સ અને અમેરિકા માટે ઉડાન ભરશે.

શનિવારથી 28 ઇન્ટરનેશનલ ફ્લાઇટ

18 જુલાઈથી એર ફ્રાન્સ 28 ઇન્ટનેશનલ ફ્લાઇટ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પેરિસની વચ્ચે શરૂ કરશે. અમેરિકા તરફથી યુનાઇટેડ એરલાઇન 18 ઇન્ટરનેશનલ ફ્લાઇટ 17 જુલાઈથી 31 જુલાઈની વચ્ચે શરૂ કરશે. યુનાઇટેડ એરલાઇન્સ દૈનિક ધોરણે દિલ્હી-નેવાર્ક ઉડાન ભરશે. આ સિવાય એક સપ્તાહ ત્રણ દિલ્હી અને સેન ફ્રાન્સિસ્કોની વચ્ચે ઉડાન ભરશે.

સરકારે ફ્રાંસ અને અમેરિકાની સાથે એક દ્વિપક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એનો અર્થ એ છે કે જુલાઈ અથવા ઓગસ્ટમાં હવે જર્મની અને ફ્રાંસ જેવા દેશો માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય એવી સંભાવના છે


કોરોના રોગચાળાનો પ્રકોપ

વિશ્વભરમાં કોરોના વાઇરસના પ્રકોપને કારણે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ 25 માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જોકે બે મહિના પછી સ્થાનિક ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી હતી અને હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી છે. જોકે એવી આશા છે કે દિવાળી સુધી સ્થાનિક ફ્લાઇટોને 60 ટકા પેસેન્જરોની ક્ષમતા સાથે ઉડાન કરવાની મંજૂરી આપવામાં આવશે.