વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન અને સેનેટર કમલા હેરિસ દ્વારા કોરોના વાઇરસ વેક્સિનની વિરુદ્ધનાં નિવેદનોને વખોડી કાઢતાં કહ્યું હતું કે તેઓ ક્યારેય રાષ્ટ્રપતિ નહીં બની શકે. કોરોના વાઇરસ પર ગુમરાહ કરતા નિવેદન બદલ જો બિડેને અને કમલા હેરિસે અમેરિકી જનતાની જાહેરમાં માફી માગવી જોઈએ, એમ ટ્રમ્પે કહ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હેરિસે રવિવારે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પર વિશ્વાસ નથી કરતા, જ્યાં સુધી માહિતી વિશ્વસનીય સ્રોત તરફથી ના આવે ત્યાં સુધી વેક્સિનની અસરકારકતા અને વિશ્વસનીયતા વિશે વાત ના થાય. તે એક વેક્સિનની વાત કરી રહી છે, જેથી લોકોને એમ ના લાગે કે આ એક મોટી સફળતા છે. હું મારા માટે સફળતા નથી ઇચ્છતો. હું લોકોના આરોગ્ય માટે સારું કરવા ઇચ્છું છું, જેનાથી લોકો બીમાર ના થાય. આમાં થેરાપ્યુટિક્સ સામેલ છે. કોરોના વેક્સિન રેકોર્ડ સમયમાં ઉપલબ્ધ થશે. કદાચ વર્ષના અંત સુધીમાં અને ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં એ ઉપલબ્ધ થશે, એમ તેમણે કહ્યું હતું. જો બિડેન અને કમલા હેરિસે વેક્સિનવિરોધી નિવેદન બદલ જનતાથી માફી માગવી જોઈએ. તેઓ કહે છે કે વેક્સિનને પાછી ખેંચી લો અથવા વેક્સિનને સમાપ્ત કરો – જે દેશ માટે બહુ ખરાબ થશે. વિશ્વ માટે બહુ ખરાબ થશે. તેઓ આ જ કહી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
મેં કમલાને પૂરી સંખ્યાને 15થી લગભગ શૂન્ય (ડેમોંક્રેટિક પ્રાઇમરી દરમ્યાન)માં જોઈ અને પ્રાથમિક ચૂંટણી તેમણે છોડી દીધી હતી, કેમ કે લોકો તેને પસંદ નથી કરતા. મને લાગે છે કે તે ક્યારેય રાષ્ટ્રપતિ નહીં બને, એમ ટ્રમ્પે કહ્યું હતું. સામાન્ય રીતે વેક્સિન બનાવવામાં બે-ત્રણ વર્ષ લાગી શકે છે, પણ વર્ષના અંત પહેલાં બજારમાં એ આવી જશે, એમ તેમણે કહ્યું હતું. કોરોના વેક્સિન ઓક્ટોબર દરમ્યાન પણ આવે એવી શક્યતા છે. બધાં જૂઠાણાંથી વિપરીત વેક્સિન બહુ સુરક્ષિત અને અસરકારક હશે. એને બહુ જલદી વિતરિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ એકસાથે કોરોનાની બે વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે, જેને વેક્સિન A અને B નામ આપવામાં આવ્યાં છે. અમેરિકામાં 60 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે અહીં 1.90 લાખથી લોકોના મોત થયા છે.
