એમ્સ્ટરડમઃ વિશ્વના સૌથી નાની ઉંમરના અંતરિક્ષ યાત્રી બનેલા ડચ ટીનેજરે (યુવક) અબજોપતિ જેફ બેજોઝને એમ કહીને આશ્ચર્યચકિત કર્યા હતા કે તેણે ક્યારેય એમેઝોન.કોમ પર ક્યારેય ઓર્ડર નથી આપ્યો. 18 વર્ષીય ફિઝિક્સના વિદ્યાર્થી ઓલિવર ડેમેન, બેઝોસ, તેના ભાઈ માર્ક બેઝોસ અને 82 વર્ષીય મહિલા એવિયેટર વેલી ફેન્કની સાથે અંતરિક્ષમાં જનારી સૌથી વયોવૃદ્ધ મહિલાએ પૃથ્વીના એટમોસ્ફિયરથી બહાર 10 મિનિટનો પ્રવાસ પૂરો કર્યો હતો. બેઝોસે એમેઝોનના ઓનલાઇન ડિલિવરી બિઝનેસના શેરોને વેચીને બ્લુ ઓરિજિનમાં મૂડીરોકાણ કર્યું હતું.
ડેમને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં જેફને કહ્યું હતું કે એમેઝોનમાંથી કંઈ પણ ખરીદ્યું નથી. ડેમેને એમ્સ્ટર્ડમના શિફોલ એરપોર્ટ પર એક ન્યૂઝ એજન્સીને ઇન્ટવ્યુ આપતો હતો અને બેઝોસે તેને કહ્યું હતું કે અરે વાહ, એ ઘણા સમય પછી મેં કોઈને એ કહેતાં સાંભળ્યું છે. છેલ્લા સમયે રદ કરવામાં આવેલી રાઇડને 28 મિલિયનની બોલી લગાવનારા એક અન્ય ઉમેદવારે એની ટિકિટ ખરીદી લીધી હતી અને ડેમેનને માલૂમ પડ્યું હતું કે તે ઇટાલીમાં ફેમિલી હોલિડે દરમ્યાન ઉડાનમાં સામેલ થશે.
ડેમેને નાનપણમાં અંતરિક્ષ યાત્રાનું સપનું જોયું હતું. બ્લુ ઓરિજિન જેવી સ્પેસ એક્સપ્લોરેશન કંપનીના દરેક ડેવલપમેન્ટને હું ધ્યાનમાં રાખતો હતો અને નાની ઉંમરે મેં પાઇલટનું લાઇસન્સ પ્રાપ્ત કર્યું હતું.
અમે 28 મિલિયન ડોલરની ચુકવણી પણ નહોતી કરી, તેમ છતાં તેમણે મને પસંદ કર્યો, કેમ કે હું એક પાઇલટ પણ હતો અને મને એ વિશે પહેલેથી ઘણી બધી માહિતી હતી.