અભિનેત્રી ફ્રીડા પિન્ટોએ પુત્રને જન્મ આપ્યો

લોસ એન્જેલીસઃ ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મની અભિનેત્રી ફ્રીડા પિન્ટો માતા બની છે. એણે રવિવાર, 21 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે અને નવજાત પુત્ર સાથે પોતાની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફ્રીડા અને એનાં એડવેન્ચર ફોટોગ્રાફર પતિ કોરી ટ્રાનનું આ પ્રથમ સંતાન છે. એમણે પુત્રનું નામ રુમી-રે રાખ્યું છે.

યોગાનુયોગ, કોરી ટ્રાનનો જન્મ પણ 21 નવેમ્બરે થયો હતો. આમ, બંને પિતા-પુત્રની જન્મ તારીખ એક જ છે. કોરી ટ્રાને પણ આ જ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફ્રીડાએ ગઈ 18 ઓક્ટોબરે પોતાનો  37મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફ્રેડરિક પિન્ટો અને સિલ્વિયા પિન્ટોની પુત્રી ફ્રીડા તથા કોરી ટ્રાને 2019ના નવેમ્બરમાં સગાઈ કરી હતી અને આ જ વર્ષે બંને પતિ-પત્ની બન્યાં હતાં. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી ફ્રીડા અનેક અમેરિકન અને બ્રિટિશ ફિલ્મોમાં ચમકી છે. તેની અમેરિકન સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ઈન્ટ્રુઝન’ ગયા મહિને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે ગઈ 15 ઓક્ટોબરે તેની સાયન્સ ફિક્શન ફિલ્મ ‘નીડલ ઈન અ ટાઈમ્સ્ટેક’ અમેરિકામાં ડિજિટલ પ્લેટફોર્મ પર, વિડિયો ઓન ડીમાન્ડ પર તથા મર્યાદિત થિયેટરોમાં રિલીઝ કરાઈ છે.

(તસવીર સૌજન્યઃ ફ્રીડા પિન્ટો ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]