અને સંસદમાં ભાષણ કરતાં કરતાં ગર્લફ્રેન્ડને કહયુંઃ મારી સાથે લગ્ન કરીશ?

ઈટલીઃ સંસદમાં સત્ર દરમિયાન કંઈ ગજબ પ્રકારની ઘટનાઓ ઘટતી રહેતી હોય છે. ક્યારેક કોઈ પોતાના મોબાઈલ સાથે બિઝી હોય છે તો કોઈને નિંદર આવી જાય છે. પરંતુ અત્યારે જે ઘટના સામે આવી છે તે આનાથી કંઈક અલગ અને ચડિયાતી છે. ઈટલીના ફાઈનાન્સ મીનિસ્ટર સંસદમાં ધરતીકંપ પર ભાષણ આપી રહ્યા હતા, પરંતુ વચ્ચે જ તેમણે એવી વાત કહી દીધી કે જેને સાંભળ્યા બાદ ત્યાં ઉપસ્થિત સહુ કોઈ લોકો અવાક બની ગયા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઈટલીના એમપીએ પાર્લામેન્ટમાં ચાલી રહેલી ડિબેટ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. માત્ર બોલીને જ પોતાની દિલની વાત ન જણાવી પરંતુ તેઓ સંસદમાં એક વિંટી લઈને પહોંચ્યા હતા, જેને તેમણે બધાની વચ્ચે બતાવી અને કહ્યુઃ “એલિસા, મારી સાથે લગ્ન કરીશ?

ઈટલીના આ 33 વર્ષના એમપીનું નામ ફ્લેવિયો ડી મુરો છે કે જેઓ સંસદમાં વર્ષ 2016 માં ઈટલાના કેટલાક વિસ્તારોમાં આવેલા ભૂકંપના કારણે થયેલા નુકસાન મામલે વાત કરી રહ્યા હતા. તેઓ પોતાના ભાષણમાં બોલી રહ્યા હતા કે, આ સંસદના તમામ સભ્યો દરરોજ કોઈને કોઈ રાષ્ટ્રીય ઈમરજન્સી જેવી સ્થીતીમાં વ્યસ્ત રહે છે. પરંતુ આપણે આ કામના કારણે એ લોકોને ભૂલી જઈએ છીએ કે જે લોકો આપણી કેર કરે છે, તેમના પ્રેમનો આપણે અનાદર કરીએ છીએ પરંતુ આજે મારા માટે સ્પેશિયલ દિવસ છે.

ત્યારબાદ તુરંત જ ફ્લૈવિયો ટેબલની નીચેથી એક વિંટી કાઢે છે અને પોતાની ગર્લફ્રેન્ડને કહે છે કે, “એલિસા, મારી સાથે લગ્ન કરીશ? આ સાંભળીને સંસદમાં ઉપસ્થિત તમામ લોકો જોરથી તાળીઓ વગાડે છે. આ વિડીયો જોયા બાદ ફ્લૈવિયોની ગર્લફ્રેન્ડે તેમના પ્રપોઝલ પર તેમની સાથે લગ્ન કરવાની હા પાડી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]