નવી દિલ્હીઃ શું ચીન ભારતીય કંપનીઓને હસ્તગત કરીને ભારતમાં પગદંડો જમાવી રહી છે. હવે પ્રત્યક્ષ યુદ્ધને બદલે પરોક્ષ યુદ્ધનો જમાનો છે ત્યારે ચીન ભારતીય કંપની જગતમાં પોતાનું વર્ચસ સતત વધારી રહ્યું છે. બીજિંગની નજર નવી દિલ્હી પર છે, પરંતુ ભારત પણ ચીન સામે સતર્ક થઈ ગયું છે, સાવધ થઈ ગયું છે. ભારતે ચીનની મેલી મુરાદને ઓળખીને ચીનનો પગપેસારો અટકાવવા માટે એક પછી એક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. જેથી ચીન ગુસ્સામાં છે અને ભારતના પગલા સામે બખાળા કાઢવા માંડ્યું છે.
એક સપ્તાહના મંથન પછી સરકારે પાછલા સપ્તાહે ભારતના પડોશી દેશોથી આવતા સીધા વિદેશી મૂડીરોકાણ પર કડક પ્રતિબંધ લગાવી દીધા છે. આ પ્રકારે પ્રતિબંધ પહેલાં બંગલાદેશ અને પાકિસ્તાનના મામલામાં હતા. સરકારના આ નવા પગલાથી ચીનથી ભારતમાં આવનારા FDI અને ભારતીય કંપનીઓને ચીનને નજરથી બચાવવા માટે લેવામાં આવ્યા છે.
10 દિવસ પહેલાં HDFCમાં ચીનની મધ્યસ્થ બેન્કે હિસ્સો વધારીને 1.01 ટકા કર્યાના અહેવાલ આવતાં સરકાર સતર્ક થઈ ગઈ છે. ચીન કેવી રીતે અને કઈ-કઈ કંપનીઓમાં પોતાનો હિસ્સો વધારીને ઇન્ડિયા ઇન્ક. પોતાનું વર્ચસ જમાવવાનું વિચારી રહ્યું છે. પેમેન્ટ્સ મોબિલિટી અને ઈકોમર્સ ક્ષેત્રમાં ચીનની કંપનીઓએ મોટા મૂડીરોકાણ પહેલેથી જ કર્યા છે.
HDFCમાં હિસ્સાએ ખબરદાર કર્યા
11 એપ્રિલ, 2020એ HDFC લિમિટેડે એક નિયમનકારી સંસ્થાને જણાવ્યું હતું કે ચીનની સેન્ટ્રલ બેન્ક એટલે કે પીપલ્સ બેન્ક ચાઇનાએ પોતાનો હિસ્સો વધારીનો 1.01 ટકા કર્યો છે. પહેલાં આ હિસ્સો 0.8 ટકા હતો. ત્યાર બાદ સેબીએ પહેલાં તો ભારતીય કંપનીઓમાં એ કંપનીઓની શેરહોલ્ડિંગની વિગતો માગી છે, જેના માટે અલ્ટિમેટ બેનિફિશિયરી ચીન અથવા હોંગકોંગમાં છે અને એના પછી આ સવાલના ઘેરામાં પાકિસ્તાન, નોર્થ કોરિયા, તાઇવાન અને ઇરાનની કંપનીઓને પણ લાવી દીધી છે.
વેન્ચર ફંડ્સની ભારતીય કંપનીઓ તરફ નજર
હાલના છેલ્લા કેટલાક મહિનાઓમાં ચીનના વેન્ચર ફંડ્સે બારતીય કંપનીઓમાં ઘણો રસ લીધો છે. ફોસુન, દીદી, ટેનસેન્ટ અને શાઓમી જેવી જાણીતી કંપનીઓ અને ફંડ્સ સિવાય શુનવેઈ, હોરાઇજન્સ અને સાઇનોવેશન જેવી ચીની કંપનીઓ પણ ભારતીય કંપનીઓ ખરીદવાની તકો શોધી રહી છે.
કયાં ક્ષેત્રોમાં ચીનને વધારે રસ?
સેન્ટ્રમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એમડી સંદીપ ઉપાધ્યાયે કહ્યું હતું કે ચીનના વેન્ચર ફંડ્સનો ભારતની ઊંચો ગ્રોથ નોંધાવતી કંપનીઓમાં રસ વધી રહ્યો છે. તેમણે કકહ્યું હતું કે આ રોગચાળામાં સૌથા ખરાબ દોર ચીનમાં પૂરો થઈ ચૂક્યો છે. જેથી ચીનને ભારતની કેટલીય લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓના મૂલ્યાંકન આકર્ષક દેખાઈ રહ્યાં છે. પેમેન્ટ્સ (PAYTM) મોબિલિટી (OLA), ઈ-કોમર્સ ક્ષેત્ર, રિન્યુએબલ એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ, મેન્યુફેક્ચરિંગથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન જેવાં ક્ષેત્રોમાં –ચીનના રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે.
કઈ કંપનીઓમાં કેટલું મૂડીરોકાણ?
બિગબાસ્કેટમાં અલીબાબાએ આશરે 25 કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. બાયજૂજમાં ચીને ટેન્સેન્ટ હોલ્ડિંગ્સે આશરે પાંચ કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. ડિલિવરીમાં ફોસુને આશરે અઢી કરોડ ડોલર લગાવ્યા છે. ડ્રીમ 11માં સ્ટેન્ડવ્યુ કેપિટલ અને ટેન્સેન્ટનું 15 કરોડ ડોલરનું રોકાણ છે. હાઇકમાં ટેન્સેન્ટ અને ફોક્સકોનનું 15 કરોડ ડોલરનું રોકાણ છે.બીજી બાજુ ANI ટેક્નોલોજી (OLA)માં ચીનની કંપનીઓનું 50 કરોડ ડોલરનું રોકાણ છે. આ ઉપરાંત અલીબાબા ગ્રુપે પેટીએમ મોલમાં 15 કરોડ ડોલર લગાવ્યા છે, જ્યારે પેટીએમમાં 40 કરોડ ડોલર.OYOમાં ચીની કંપનીઓએ 10 અબજ ડોલર લગાવ્યા છે. આ સિવાય કેટલાંય સુનિકોનર્ન્સ છે, જેમાં ચીનની કંપનીઓએ મોટા મૂડીરોકાણ કર્યાં છે (યુનિકોર્ન એ સ્ટાર્ટઅપને કહેવામાં આવે છે, જેનું મૂલ્યાંકન એક અબજ ડોલરથી વધુનું હોય છે).
ચીની બેન્ક બેન્કોને ઋણ આપવા તૈયાર
ચીનની બેન્ક દેશની મોટી કંપનીઓને લોનો ધીરવા માટે તૈયાર છે. ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇનાની ઓફિસ મુંબઈમાં છે. બેન્કિંગ જગતનાં સૂત્રો અનુસાર આ બેન્કે હાલમાં ટીમનું કદ વધાર્યું છે. આ બેન્કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સથી લોન રિકવરી માટે 2019ના અંતિમ દિવસોમાં અનિલ અંબાણીની સામે લંડનની એક કોર્ટમાં કેસ કર્યો હતો.
સરળ છે ભારતીય કંપનીઓમાં હિસ્સો લેવો?
નિપ્પોન લાઇફ ઇન્ડિયા AMCના CEO સંદીપ સિક્કાએ કહ્યું હતું કે ભારતની ઈક્વિટી અને ડેટ માર્કેટ ઘણી નિયમબદ્ધ છેઅને કોઈ પણ FPI માટે ધીમે-ધીમે કોઈ પણ ભારતીય કંપનીઓમાં મોટો હિસ્સો લેવો અસંભવ છે.
પેટીએમ, ઝોમેટો, બિગબાસ્કેટ અને ડ્રીમ11 પર અસર પડશે
કંપનીના વિકાસના પ્રારંભમાં કેટલીક સ્ટાર્ટઅપ્સની પણ ચીનના રોકાણકારો સાથે ફંડ હાસલ કરવા માટે વાતચીત ચાલી રહી હતી, જેથી એમાં અડચણો આવી શકે. એક યુનિકોર્ને નામ ના જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે અમારી જેવી કંપનીઓને મુશ્કેલી સર્જાશે, જેમાં હવે ચાઇનીસ રોકાણકારોની પેહલેથી જ 33 ચકા હિસ્સેદારી છે. આ માહોલમાં અમને મૂડીરોકાણ નહીં મળે. સરકારની આ જાહેરાતથી ભવિષ્યમાં ફંન્ડિગ હાસલ કરવામાં મુશ્કેલીઓ પડશે.