નવી દિલ્હીઃ પાકિસ્તાન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. આ વખતે આ હુમલો ઇરાને કર્યો છે. ઇરાને પાકિસ્તાનની અંદર આતંકવાદી જૂથ જૈશ-એ-અદલનાં સ્થાનોને નિશાન બનાવ્યાં છે. જૈશ-એ-અદલ એક સુન્ની આતકવાદી જૂથ છે. આ હુમલા માટે ઇરાને ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.
ઇરાનનો દાવો છે કે આ હુમલામાં કેટલાય આતંકવાદી માર્યા ગયા છે, જ્યારે પાકિસ્તાને આ હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે આ હુમલામાં બે બાળકોનાં મોત થયાં છે. એ સાથે ત્રણ બાળકીઓ પણ ઘાયલ થઈ છે. પાકિસ્તાને આ હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે આ હુમલામાં બે બાળકોનાં મોત થયાં છે. આ હુમલા પછી પાકિસ્તાને ઇરાનના મુખ્ય એમ્બેસેડરને બોલાવ્યા હતા અને હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનની નિંદા કરી હતી. પાક વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમારા હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનનાં ગંભીર પરિણામો આવી શકે છે.
જૈશ-એ-અદલના આતંકવાદીઓએ ઇરાની સેના પર સરહદની પાસે હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઇરાને આ કાર્યવાહી કરી છે. આ આતંકવાદી સંગઠને ઇરાનની સિક્યોરિટી ફોર્સ પર હુમલો કર્યો હતો. ઇરાની મિડિયાનું કહેવું હતું કે આ આતંકવાદી સ્થળો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો.
ઈરાનના દાવાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને બુધવારે પાડોશી દેશ દ્વારા તેના એરસ્પેસના ઉલ્લંઘનની સખત નિંદા કરી અને ચેતવણી આપી કે આવાં પગલાંનાં ગંભીર પરિણામો આવી શકે છે. દેશના સરકારી મિડિયા અનુસાર ઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી જૂથના અડ્ડાઓને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. પાકિસ્તાને તેની સાર્વભૌમત્વના આ ઉલ્લંઘનની નિંદા કરવા માટે વિદેશ મંત્રાલયના પ્રભારી ઈરાનના રાજદૂતને બોલાવ્યા.