સીરિયામાં ઈઝરાયલ અને ઈરાન આમને-સામને, બન્ને તરફથી છોડાઈ મિસાઈલો

સીરિયા- વિશ્વની મહાસત્તાઓ માટે યુદ્ધનું મેદાન બની ચુકેલા સીરિયામાં હવે ઈઝરાયલ અને ઈરાન આમને-સામને આવી ગયા છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો છે કે, ઈરાનના સુરક્ષાદળોએ સીરિયા બોર્ડર પર તેના સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને હુમલો કર્યો છે.નેતન્યાહૂ સરકારે દાવો કર્યો છે કે, ઈઝરાયલના કબજાવાળા વિસ્તાર ગોલન હાઈટ્સમાં સીરિયાની પાસે આવેલી સરહદ પર તેમના સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. જેમાં 20 રોકેટ અને મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સીરિયાએ ઈઝરાયલ ઉપર મિસાઈલ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

આ હુમલો ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના રશિયા પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યો છે. નેતન્યાહૂએ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદમીર પુતિન સાથેની મુલાકાત બાદ કહ્યું કે, ઈઝરાયલને ઈરાનથી પોતાની સુરક્ષા કરવાનો પુરો અધિકાર છે.

સીરિયાએ લગાવ્યો હુમલાનો આરોપ

એક તરફ જ્યાં ઈઝરાયલ સીરિયા પર હુમલાનો આરોપ લગાવી રહ્યું છે. બીજી તરફ સીરિયાએ દાવો કર્યો છે કે, રાજધાની દમિશ્ક પાસે ઈઝરાયલે હુમલો કર્યો છે. સીરિયાની સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે, ઈઝરાયલ દ્વારા દમિશ્કની બાહરી સરહદ પાસે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. જેમાં પ્રેસિડેન્ટ અસદ સમર્થક ગૈર-સીરિયાઈ સૈનિકો સહિત આઠ ઈરાની નાગરિકોના પણ મોત થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]