અમેરિકા: CIAના પૂર્વ અધિકારી પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

વોશિંગ્ટન- અમેરિકાના કાયદા મંત્રાલયે જણાવ્યું છે કે, તેની જાસુસી સંસ્થા CIAના એક પૂર્વ અધિકારી સામે ચીન માટે જાસુસી કરવાનો આરોપ નિર્ધારિત કરવામાં આવ્યો છે. હોંગકોંગમાં રહેતા 53 વર્ષિય અમેરિકન નાગરિક જેરી ચુન શિંગ લી પર ગત રોજ જાસુસીનો પ્રયાસ અને અમેરિકાની ડિફેન્સ સંબંધી સુચનાઓ પોતાની પાસે ગેરકાયદે રીતે દબાવી રાખવાનો આરોપ નિર્ધારિત કરવામાં આવ્યો છે.જેરી ચુન શિંગ લીના વકીલે તેના બચાવમાં કહ્યું કે, તેનો અસિલ ચીની જાસુસ નથી. તેણે કહ્યું કે, જેરી ચુન શિંગ લી એક વફાદાર અમેરિકન નાગરિક છે. જેમણે અમેરિકાની સેના અને જાસુસી સંસ્થા CIA માટે કામ કર્યું છે. ફેડરલ પ્રોસીક્યુટર્સે આરોપ લગાવ્યો કે, વર્ષ 2007માં CIA છોડ્યાના ત્રણ વર્ષ બાદ ચીનના બે જાસુસી અધિકારીઓએ લીનો સંપર્ક કર્યો અને તેને સુચના આપવાના બદલામાં મોટી રકમ આપવાનો પ્રસ્તાવ કર્યો હતો.

પ્રોસીક્યુટર્સનું કહેવું છે કે, જેરી ચુન શિંગ લીએ ચીન માટે જાસુસી કરીને તગડી કમાણી છે. ઉપરાંત ચીનની યાત્રા અને વિદેશમાં કરવામાં આવેલા કામ અંગે અમેરિકન પ્રશાસન અને CIA દ્વારા જ્યારે લીને પુછવામાં આવ્યું ત્યારે લીએ અમેરિકન સરકારને ખોટી માહિતી આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]