ઢાકાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગલાદેશના 50મા સ્વતંત્રતા દિવસે ઢાકાથી સંબોધિત કરતાં કહ્યું હતું તેમના માટે આ જીવનની અણમોલ પળ છે. હું બધા ભારતીયો તરફથી તમને બંગલાદેશના નાગરિકોને હાર્દિક અભિનંદન આપું છું. તેમણે બંગલાદેશની સ્વતંત્રતાને યાદ કરતાં કહ્યું હતું કે બંગલાદેશની આઝાદીની લડાઈમાં ઇંદિરા ગાંધીનું યોગદાન સર્વવિદિત છે, એમ તેમણે કહ્યું હતું.
બંગલાદેશની સ્વાધીનતા સંગ્રામને ભારતનો ટેકો પ્રાપ્ત હતો. બંગલાદેશની આઝાદી અમારો પહેલો સંઘર્ષ હતો. એ વખતે હું 20-22 વર્ષનો હતો. કોઈ પણ શક્તિ બંગલાદેશને ગુલામ નથી રાખી શકતી. આજે હું બહાદુર ભારતીય જવાનોને સલામ કરું છુ, જેમણે મુક્તિયુદ્ધોમાં બંગલાદેશના ભાઈ-બહેનોની સાથે ઊભા છે. મને આનંદ છે કે કેટલાય ભારતીય સૈનિક એ વખતે બંગલાદેશના વિભાજનમાં સામેલ હતા, તેઓ આ પ્રસંગે હાજર છે, એમ તેમણે કહ્યું હતું.
બંગલાદેશના 50 ઉદ્યોગ સાહસિકોને બંગલાદેશની 50મી વર્ષગાંઠ પર ભારત આવવાનું આમંત્રણ આપું છું. મને આનંદ છે કે શેખ હસીનાના નેતૃત્વમાં બંગલાદેશ કાઠું કાઢી રહ્યો છે. ગરીબ, આતંકવાદની સામે લડાઈ માટે બંગલાદેશ અને ભારતની લડાઈ એક છે. આ ભારતીયો માટે ગર્વની વાત છે કે તેમણે શેખ મુજીબુર રહેમાનને ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાની તક મળી છે.
ભારત બહુ ખુશ છે કે મેડ ઇન ઇન્ડિયાની રસીનો ઉપયોગ અમારા બંગલાદેશના ભાઈ-બહેનો કરી રહ્યા છે. બંને દેશો પાસે લોકતંત્રની તાકાત અને ભવિષ્યની દૂરદર્શિતા છે.