ભારતીય મૂળના ડોક્ટર રવિ સોલંકીને UKમાં કોવિડ-19ના કાર્ય માટે એવોર્ડ

લંડનઃ એક ભારતીય મૂળના ડોક્ટર યુકેની રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ પ્રેસિડેન્ટ્સના સ્પેશિયલ એવોર્ડ્માં કોરોના રોગચાળામાં ઉમદા સેવા આપવા બદલ 19 એવોર્ડ્સ વિજેતાઓમાંના એક છે, જેમણે યુકેમાં કોવિડ-19થી લડવા સામે અસાધારણ એન્જિનિયરિંગ ઉપલબ્ધિ મેળવી છે. રવિ સોલંકી ન્યુરોડિજનેરેટિવ બીમારીઓ પર કામ કરતા એક ડોક્ટર છે, જેમણે રેમન્ડ સિમ્સની સાથે મળીને મશીન લર્નિંગવાળા કામ કરતા એક એન્જિનિયરને સ્વયંસેવક તરીકે કામ કરતા નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ચેરિટી HEROES માટે સુરક્ષિત અને સલામત રીતે કામ કરતી વેબસાઇટ બનાવવામાં મદદ કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

NHS વર્કર્સને નાણાકીય મદદ અને સેવા આપવા, બાળકોની દેખરેખમાં મદદ અને PPE કિટ આપવા બદલ બંને જણની પ્રશંસા કરવામાં આવી હતી. રવિ અને રેમન્ડના 24 કલાકના યોગદાને નવા ચેરિટી અને નિઃસ્વાર્થ ભાવનાથી મદદ કરવા માટે તેમને દાન એકત્ર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, જેથી NHSના કાર્યકર્તાઓને યુકેમાં કોવિડ-19નો રોગચાળો યુકેમાં ચરમસીમાએ હતો, ત્યારે તેઓ મદદ કરી શકે, એમ એકેડેમીએ નોટમાં જણાવ્યું હતું.

એકેડેમી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના ટેક્નિકલ નો-હાઉને HEROESને ત્રણ મહિનામાં 90,000 NHS કાર્યકર્તાઓને મદદ કરવા મંજૂરી આપી છે. હેલ્થકેર વર્કર્સને આપવામાં આવેલા ડિજિટલ પ્લેટફોર્મ મદદ માટેનું કામ જારી છે.

બે દિવસથી ઓછા સમયમાં ઇવાન માર્ટિન અને વિલ્સન ગ્રિફિથ્સ સહિત ટીમે એક આઇડિયાને વાસ્તવિક પ્રભાવથી સુરક્ષિત વેબસાઇટમાં ફેરવી નાખ્યો હતો, જેના માધ્યમથી NHS કાર્યકર્તાઓને 5,43,000થી વધુ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી, જેમાં PPE કિટથી માંડીને કાઉન્સેલિંગ સેવાઓ અને બાળકોની દેખભાળ છે.

ગઈ કાલે જાહેર થયેલા એવોર્ડ્સ યુકે એન્જિનિયરિંગ કોમ્યુનિટીની અંદર ટેક્નિકલ વિશિષ્ટતાઓ, વ્યક્તિઓ, સહયોગ, કેરિયર તબક્કાની ટીમોમાં કોવિડ-19 રોગચાળામાં અને ખાસ કરીને પડકારોનો સામનો કરવામાં આપેલા યોગદાન બદલ આપવામાં આવ્યા છે. આ વર્ષના અંત સુધીમાં 19 વિજેતાઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

હાલના સમયમાં કોવિડ-19 રોગચાળો સૌથી મોટું હેલ્થ સંકટ છે અને એણે સમાજ સામે મોટા પડકારો ઊભા કર્યા છે. વૈશ્વિક રોગચાળા સામે લડવા માટે એન્જિનિયરિંગ નિપુણતા અને સંશોધન જીવન બચાવવા માટે કેન્દ્રમાં રહી છે, એમ રોયલ એકેડમી ઓફ એન્જિનિયરિંગના પ્રોફેસર જિમ મેકડોનાલ્ડે કહ્યું હતું.

વિશ્વમાં અભૂતપૂર્વ સ્થિતિઓમાં આવશ્યક સેવાઓ, મહત્ત્વપૂર્ણ સપ્લાય ચેઇન અને માળખાકીય ઢાંચો જાળવી રાખવામાં 24 કલાક કામ કરતા એન્જિનિયરો માટે મને ગર્વ છે. તેઓ તેમની ટ્રેનિંગ અને કુશળતાનો ઉપયોગ કરીને સમસ્યાઓનું સમાધાન કરે છે, જેથી કોવિડ-19ની આપણા જીવન પર પ્રભાવ ઓછો થાય, એમ તેમણે કહ્યું હતું.

અન્ય એવોડ્સમાં નવું વેન્ટિલેટર ડિવાઇસ, શ્વાસ લેવામાં મદદ અને શ્વાસતંત્ર અને ઘાતક વાઇરસથી બચવા માટે ફેસ શિલ્ડ બનાવવા માટે આપવામાં આવ્યા છે. એકેડમીની એવોર્ડ કમિટી દ્વારા રોગચાળાની સેવા માટે પ્રેસિડેન્શિયલ સ્પેશિયલ એવોર્ડસ માટે પસંદગી કરવામાં આવી હતી.

એન્જિનિયરિંગ કુશળતા –જેમાં સંશોધન અને રોગચાળા માટે સહયોગ મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે, એમ એકેડેમી ઓવોર્ડ કમિટીના અધ્યક્ષ પ્રોફેસર રાફેલા ઓકોને કહ્યું હતું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]