દુબઈઃ અત્રેના ભારતીય કોન્સલ જનરલે જાહેરાત કરી છે કે અહીં વસતા ભારતીય સમુદાયના લોકોના સંપર્કમાં રહી શકાય એ માટે હાથ ધરવામાં આવેલી એક નવી યોજના અંતર્ગત વસાહતી કામદારો માટે એમના આવાસના જ સ્થળે મહિનામાં એક વાર બ્રેકફાસ્ટનું આયોજન કરવામાં આવશે.
કોન્સ્યુલેટ તરફથી ઈસ્યૂ કરવામાં નિવેદનમાં કોન્સલ જનરલ અમન પુરીએ જણાવ્યું છે કે દુબઈ તથા ઉત્તરીય અમિરાતમાં વસતા ભારતીય વસાહતીઓ સાથે સંપર્કમાં રહી શકાય એ માટે એક નવી યોજના શરૂ કરાશે, જેનું નામ રખાયું છે – ‘બ્રેકફાસ્ટ વિથ કોન્સલ જનરલ’. આ યોજના સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં વસતા ભારતીયો માટેના એક હેલ્પ સેન્ટર – પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્રના સહયોગમાં યોજવામાં આવશે.